ખાંડ વેચવાની ન્યૂનત્તમ કિંમત વધારી શકે છે સરકાર, જાણો કેટલી થશે કિંમત

0
24

સરકાર ટૂંક સમયમાં ખાંડ વેચવાની ન્યૂનત્તમ કિંમત વધારી શકે છે. સીએનબીસી-આવાજને મળેલી એક્સક્લૂઝીવ માહિતી મુજબ આજે 12 વાગે કેબિનેટ સચિવોના સમૂહની બેઠક થઇ હતી. જેમાં કેબિનેટ સેક્રેટરી તેની આગેવાની કરી રહ્યાં હતાં. તેમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી કે ખાંડની ન્યૂનત્તમ કિંમત કેટલી વધારવામાં આવે. અત્યારે 29 રૂપિયા કિલો છે, જેને વધારીને 31 રૂપિયા પ્રતિ કિલો કરી શકાય છે.

ખરેખર આ પ્રસ્તાવ એટલા માટે તૈયાર કરાઈ રહ્યો છે, કારણકે ખાંડના વેપારીઓને જે દેવુ છે, તેની ચૂકવવાનુ છે. ખાંડના મિલોને સારી કિંમત અપાવવાની છે. જોકે, ખાંડની કંપનીઓ સતત માંગ કરી રહી છે કે ખાંડની ન્યૂનત્તમ કિંમત 29 રૂપિયાથી વધારીને 30 અથવા 31 રૂપિયા કરવાથી ઘણો ફાયદો થવાનો છે. ઓછામાં ઓછા 35 રૂપિયા કિલોગ્રામ કરવામાં આવે. પરંતુ ચૂંટણી મૌસમમાં આટલો વધારો કરવો તે સરકાર માટે મુશ્કેલ રહેશે.

આ અગાઉ વડાપ્રધાન કાર્યાલયમાં બેઠક થઇ હતી. હવે કેબિનેટ સચિવની આગેવાનીમાં બેઠક થઇ છે. સૂત્રો મુજબ, ટૂંક સમયમાં તેનુ નોટિફિકેશન જાહેર થઇ શકે છે, કારણકે તેના માટે કેબિનેટમાંથી મંજૂરીની જરૂર નથી.