ખાંભામાં ચંદન ચોર ગેંગે 60 વર્ષ જૂનાં ચંદનનાં વૃક્ષની ચોરી કરી, આરોપીઓ ફરાર

0
25

ખાંભા:ખાંભાના એક ખેડૂતની વાડીમાં 60 વર્ષ જુના ચંદનના વૃક્ષની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. 2 દિવસ પહેલા કેટલાક શખ્સોએ વાડીમાં ઘુસીને ઓટોમેટિક કટર દ્વારા વૃક્ષને કટ કરી ચોરી કરી હતી અને ફરાર થઈ ગયા હતા. હાલ ખેડૂતે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની વિગત અનુસાર ખાંભાના એક ખેડૂત નંદલાલ વરિયાએ 60 વર્ષ પહેલા ચંદનનો છોડ વાવ્યો હતો. જે વૃક્ષ અત્યારે ઘટાદાર બની ગયું હતું. હાલ ચંદનના ઝાડની બજાર કિંમત આશરે 6-7 લાખ રૂપિયા આસપાસ હતી અને તે આ ઝાડને વેચવા માંગતા ન હતાં. ત્યારે કેટલાક શખ્સોએ 2 દિવસ પહેલા વાડીમાં રહેલા ચંદનના ઝાડને ઓટોમેટિક કટર દ્વારા કટ કરી ચોરી કરીને લઈ ગયા હતા. જેથી ખેડૂતે સમગ્ર ઘટનાની ફરિયાદ ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.જેથી પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
એક ખેડૂતના જણાવ્યા અનુસાર રાત્રી દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ અહીંથી પસાર થયો હતો. જો કે ચંદનનાં વૃક્ષની ચોરીમાં એક વ્યક્તિ નહીં પરંતુ ચારથી પાંચ વ્યક્તિ હોવાનું હાલ મનાઈ રહ્યું છે. મહત્વનું છે કે તસ્કરો વજનદાર ચંદનનું થડ જ કાપીને તસ્કરો લઈ ગયા હતા અને ઉપરની ડાળી ઓને ત્યાં જ કાપીને છોડી દીધી હતી. બાદમાં ત્યાંથી થોડે દુર ચંદનના થડની ઉપરની બીન જરૂરી છાલ પણ કટર દ્વારા કાઢી નાખવામાં આવી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here