Tuesday, October 26, 2021
Homeખાડીયામાં રૂપાણી સાહેબ પતંગ ચગાવવા ચડ્યા, પેચ લડાવવા જતા પોતાનો જ પતંગ...
Array

ખાડીયામાં રૂપાણી સાહેબ પતંગ ચગાવવા ચડ્યા, પેચ લડાવવા જતા પોતાનો જ પતંગ કપાઈ ગયો

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદના ખાડિયામાં ઉત્તરાણ મનાવી. સીએમ રૂપાણી તેમના પત્ની સાથે ઉત્તરાયણ મનાવવા અમદાવાદ શહેરની ઐતિહાસિક ખાડિયાની પોળમાં આવ્યા. જ્યાં તેમણે પતંગબાજી કરી. અમદાવાદમાં પતંગરસિયાઓ માટે ખાડિયા હોટ ફેવરિટ સ્થળ છે. ત્યારે અહીં સીએમ રૂપાણીએ પણ પતંગ ચગાવવાની મજા માણી.

પરંતુ તેમનો પતંગ કપાઈ ગયો. સીએમ રૂપાણીએ પેચમાં આવેલા પતંગને ખેંચી ખેંચીને કાપવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમનો પતંગ કપાઈ ગયો. જોકે રાજકીય આકાશમાં તેમનો રાજકીય પતંગ ઘણો ઉંચો ઉડી રહ્યો છે.

માથે હેટ પહેરીને તેમણે લોકોનું અભિવાદન કરીને મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવી. સીએમ રૂપાણી સાથે ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ ઉપરાંત શહેર મેયર બિજલ પટેલ, અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments