ખાનગી કર્મચારીઓ માટે મોટા સમાચાર : આ ડોક્યુમેન્ટ જમા નહીં કરાવ્યા હોય તો કપાઈ જશે પગાર

0
49

જો તમે કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરો છો તો તમને ઈન્વેસ્ટમેન્ટ પ્રૂફ માટે ઈ-મેલ આવવાના શરૂ થઇ જશે. ઈ-મેલમાં કંપનીનો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ તમને એક નિશ્ચિત તારીખ સુધી પોતાના ઈન્વેસ્ટમેન્ટના પ્રૂફ સોંપવા માટે કહેશે. જો તમે કંપનીને પોતાનુ ઈન્વેસ્ટમેન્ટનો પુરાવો સોંપ્યો નથી તો ટેક્સ કાપ્યા બાદ જ પગાર તમારા બેંક એકાઉન્ટમાં આવશે. તેથી જો પગાર કપાવાથી બચવુ હોય તો તમે ઈન્વેસ્ટમેન્ટના બધા પુરાવા સમયમુજબ જમા કરાવી દેજો.

કેમ જમા કરાવવાના હોય છે ડૉક્યુમેન્ટ- માર્ચ પહેલા કંપની પોતાના અગાઉના મહિનામાં કરાયેલા ઈન્વેસ્ટમેન્ટ પ્રુફની કૉપી માંગે છે, તેથી તેઓ તેમના દ્વારા ટેક્સ બચાવવા માટે કરાયેલા ઈન્વેસ્ટમેન્ટની તપાસ કરાવી લે. તમારી કંપની તમને બાદમાં ટેક્સ વધુ અથવા ઓછો આપવાના ઝંઝટથી બચાવવા માટે આમ કરે છે.

કયા ડૉક્યુમેન્ટ જમા કરવાના હોય છે- જો તમે લાઇફ અથવા હેલ્થ પૉલિસીમાં પૈસા લગાવ્યા છે તો તેના પ્રીમિયમની રસીદ આપવી પડશે. હેલ્થ પૉલિસીની મર્યાદામાં જો તમે અથવા પછી તમારા પરિવારના કોઈ પણ સભ્યને હોસ્પિટલમાં સારવાર કરાવવી છે તો તેની રસીદ પણ આપવી પડશે. આ સિવાય જો તમે કોઈ હેલ્થ ચેકઅપ કરાવ્યું છે તો તેનુ બિલ પણ આપવુ પડશે.

સેક્શન 80C હેઠળ કરેલુ રોકાણ- જો તમે નેશનલ પેન્શન સિસ્ટમ, નેશનલ સેવિંગ સ્કીમ, મ્યુચ્યુઅલ ફંડ, પીપીએફમાં પૈસા રોક્યા છે તો ઈન્કમ ટેક્સમાં બચત માટે તમે તેના પ્રૂફ પણ પોતાની ઑફિસમાં જમા કરાવો. જેના માટે તમે તેનુ એકાઉન્ટ સ્ટેટમેન્ટ અથવા પાસબુકની ફોટોકૉપીને જમા કરાવી શકો છો.

HRAની છૂટ- જો તમે ભાડાના મકાનમાં રહો છો તો તમે પણ ટેક્સમાં ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જેના માટે તમારે પોતાની કંપનીમાં ભાડાની રસીદ જમા કરાવવી પડશે. મેટ્રો અને નૉન મેટ્રો શહેરોમાં ભાડામાં ઘણુ અંતર હોય છે. જો તમે મેટ્રો સિટીમાં રહો છો અને 8 હજાર રૂપિયાથી વધારે મકાનનુ ભાડુ ચૂકવો છો તમે એચઆરએ ભરીને ટેક્સ સેવિંગ કરી શકો છો.

ટ્યુશન ફી- ટ્યુશન ફીના મામલે તમને શાળામાંથી મળેલી રસીદ જમા કરાવવી પડશે. જેના પર શાળાની મહોર અને પ્રાપ્તકર્તાના હસ્તાક્ષર હોવા અનિવાર્ય છે.

હાઉસિંગ લોન રિપેમેન્ટ- જો તમે આ વર્ષે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટીમાં રોકાણ કર્યુ છે અને તેના માટે બેંક અથવા એનબીએફસી કંપની પાસેથી લોન લીધી છે તો પછી ટેક્સ બચત માટે લોન રિપેમેન્ટનો પુરાવો આપવો પડશે. જો ચાલુ વર્ષમાં ઘરનુ પજેશન મળ્યુ છે તો તમે તેની પર પણ ટેક્સમાં ડિસ્કાઉન્ટ મેળવી શકશો. જેના માટે તમારે રજીસ્ટ્રી સમયે જે સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી છે, તેનો પુરાવો પણ કંપનીને આપવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here