Sunday, September 19, 2021
Homeખાલિસ્તાનીઓનો સાથ લઈને ISIએ હવે લંડનમાં ભારતીયો પર હુમલો કર્યો
Array

ખાલિસ્તાનીઓનો સાથ લઈને ISIએ હવે લંડનમાં ભારતીયો પર હુમલો કર્યો

લંડનઃ પુલવામા આતંકી હુમલા પછી વિશ્વમાં પાકિસ્તાનનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગત દિવસોમાં લંડનમાં પણ ભારતીયોએ પાકિસ્તાનો વિરોધ કર્યો હતો. ત્યારે હવે માહિતી મળી રહી છે કે આ વિરોધથી ગભરાયેલાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ ખાલિસ્તાન સમર્થકો સાથે હાથ મિલાવ્યો છે. 9 માર્ચે બપોરે લંડનમાં ખાલિસ્તાન સમર્થકોએ અનેક ભારતીયો પર હુમલાઓ કરાવ્યાં છે.

વિદેશમાં પણ પાકિસ્તાનના નિશાને ભારતીયો

વિરોધ કરી રહેલાં લોકો પર હુમલો
લંડનમાં ભારતીય ઉચ્ચાયોગની બહારે અનેક ભારતીયો પોતાના કામ માટે એકઠાં થયા હતા. ત્યારે ખાલિસ્તાન સમર્થકો ત્યાં પહોંચ્યા હતા. સૌ પહેલાં તેઓએ ભારત વિરોધી નિવેદનો કર્યા જે બાદ ખાલિસ્તાની અને પાકિસ્તાનના ઝંડાઓ ફરકાવતાં ભારતીયો પર હુમલો કરી દીધો. આ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ અને ભારતીયોને માર માર્યો હતો.
ખાલિસ્તાન સમર્થકોને ISIનો ટેકો
ખાલિસ્તાન સમર્થકોને પાકિસ્તાનની નાપાક ગુપ્તચર સંસ્થા ISIનો સાથ મળે છે. પુલવામા એટેકને લઈને પાકિસ્તાનની ઘણી નિંદા થઈ રહી છે, ત્યારે આવા દેશ વિરોધીઓનો સાથ લઈને વિદેશોમાં રહેતાં ભારતીયોને ટાર્ગેટ બનાવી રહ્યાં છે.
16 ફેબ્રુઆરી પ્રદર્શન કર્યું હતું
14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલો થયાં બાદ, 16 ફેબ્રુઆરીએ લંડનના માર્ગો પર ભારતીયોએ પાકિસ્તાન વિરૂદ્ધ મોટો વિરોધ કર્યો હતો. આ ભારતીયોએ પાકિસ્તાન મુર્દાબાદના સુત્રોચ્ચારો કર્યા હતા અને પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. આ પ્રદર્શનના 9 દિવસ બાદ ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીને ત્યાંના આતંકી કેમ્પોને નષ્ટ કરી દીધા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments