ખીણમાં મોકલવામાં આવી સેનાની 100 કંપનીઓ, યાસીન મલિકની મોડી રાતે ધરપકડ કરાઈ

0
22

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદને હવા આપનાપ મોટા નેતાઓમાં સામેલ યાસીન મલિકની શુક્રવારે મોડી રાતે ધરપકડ કરી લેવામાં આવી છે. યાસિન મલિક જમ્મૂ કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટના મુખિયા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ખીણ વિસ્તારમાં પોલીસ અને અર્ધસૈનિક બળને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયે અર્ધસેના બળની 100 કંપનીઓને જમ્મૂ-કાશ્મીર મોકલી છે. જોકે હજુ કોઈ નેતાની અટકાયત કે ધરપકડ કરી હોવાની વાત જાણવા મળી નથી. યાસીન મલિકની ધરપકડ પણ એટલે મહત્વની માનવામાં આવે છે કારણકે માત્ર બે દિવસ પછી જ સોમવારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો અપાવતી બંધારણની કલમ 35-એ વિશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.

યાસીન મલિકની શ્રીનગરના માઈસુમામાં આવેલા તેના ઘરેથી જ ધરપકડ કરવામાં આવી છે. ત્યારપછી તેની પૂછપરછ માટે તેને કોઠીબાગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, બંધારણની કલમ 35-એ વિશે સુનાવણી પહેલાં પ્રશાસન દ્વારા આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. કલમ 35-એ પ્રમાણે જમ્મૂ-કાશ્મીરની બહારની વ્યક્તિને આ રાજ્યમાં સ્થિર મિલકત્ત ખરીદી શકતી નથી. બંધારણની આ કલમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીર પ્રશાસને પુલવામા હુમલાના 8 જિવસ પછી જ આ મહત્વનું પગલું લીધું છે. પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા છે.

ખીણમાં મોકલવામાં આવી અર્ધસૈન્ય બળની 100 કંપનીઓ
  • આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં મોટી માત્રામાં અર્ધ સૈન્ય બળ મોકલવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે ગૃહ મંત્રાલયે અર્ધ સૈન્ય બળની 100 કંપનીઓને ખીણમાં મોકલી છે. તેમાં સીઆરપીએફની 35, બીએસએફની 10 અને આઈટીબીપીની 10 કંપનીઓ સામેલ છે.
  • ગૃહ મંત્રાલય દ્વારા જમ્મુ-કાશ્મીરના ગૃહ સચિવ, મુખ્ય સચિવ અને ડીજીપી ને મોકલવામાં આવેલા ફેક્સમાં કહેવામાં આવ્યું છે કે, અર્ધ સૈન્ય બળને તાત્કાલીક તહેનાત કરવામાં આવે. 22 તારીખે મોકલવામાં આવેલા ફેક્સમાં સીઆરપીએફને આ સેનાને તાત્કાલી મોકલવાની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે આટલી મોટી માત્રામાં સેનાને કેમ મોકલવામાં આવી રહી છે તે વિશે હજી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
યાસીનની સુરક્ષા પાછી ખેંચવામાં આવી હતી
  • નોંધનીય છે કે, આ પહેલાં ગૃહ મંત્રાલયના આદેશથી જમ્મુ-કાશ્મીરના પ્રશાસને 22 ભાગલાવાદી નેતાઓની સુરક્ષા અને સરકારી સુવિધાઓ પરત લઈ લીધી હતી. આ સિવાય જમ્મૂ-કાશ્મીરના 155 રાજકીય વ્યક્તિઓને પણ આપવામાં આવેલી સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ યાદીમાં યાસીન મલિકનું પણ નામ હતું.
  • ગૃહમંત્રાલય પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ ભાગલાવાદી નેતાઓ અને રાજકીય વ્યક્તિઓની સુરક્ષામાં 1000થી વધારે પોલીસ કર્મી અને 100થી વધારે સરકારી ગાડીઓ લગાવવામાં આવી હતી. જે હવે પરત લઈ લેવામાં આવી છે. સરકારના આ નિર્ણય વિશે પ્રતીક્રિયા આપતા યાસીન મલિકે કહ્યું કે, સરકારે તેને કોઈ સુરક્ષા આપી જ નહતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here