ખુલાસો! અમેરિકાએ કોરોના વેક્સીનના 10 કરોડ ડોઝ મેળવી લીધા : BioNTech

0
0
જર્મનીની કંપની બાયોએનટેકે કહ્યું કે અમેરિકાએ $1.95 અરબ કિંમતના કોરોના વાયરસના વેક્સીન પોતાના માટે મેળવી લીધા.

બર્લિન : અમેરિકાએ કોરોના વાયરસના (Coronavirus Vaccine) સંક્રમણના છુટકારો મેળવવા માટે 10 કરોડ ડોઝ (100 Million Doses) પોતાની પાસે સુરક્ષિત મેળવી લીધા છે. જર્મનીની કંપની બાયોએનટેકે (German firm BioNTech) કહ્યું કે અમેરિકાએ $1.95 અરબ કિંમતના કોરોના વાયરસના વેક્સીન પોતાના માટે મેળવી લીધા છે. આવી એક ખબર રશિયાથી પણ આવી હતી ત્યાંના રાષ્ટ્રપતિ સહિત અરબપતિઓએ કોરોના વાયરસની વેક્સીન લગાવીને પોતાને કોરોના વાયરસના સંભવિત સંક્રમણથી બચાવી લીધા છે.

કોરોના વાયરસની વેક્સીન બનાવવામાં લાગેલી વૈજ્ઞાનિકોની સેંકડો ટીમોમાથી કેટલીક ટીમો આગળ ચાલી રહી છે. તેમાં રશિયાના વૈજ્ઞાનિકોનું એક દળ પણ છે. રશિયાએ (Russia Covid-19 Vaccine) દાવો કર્યો છે કે, તેમણે કોરોના વાયરસની વેક્સીનનો માણસો પર ટ્રાયલ પૂરો કરી લીધો છે. જોકે હવે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, મોટી રાજનીતિક હસ્તીઓ અને દેશના અરબપતિઓએ એપ્રિલ મહિનામાં જ કોરોનાની વેક્સીન લગાવી લીધી હતી.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે રશિયાના અબજોપતિ અને રાજનેતાઓને કોરોના વાયરસની પ્રોયોગિક વેક્સીન એપ્રિલમાં જ આપી દેવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિનને આ વેક્સીન આપવામાં આવી છે કે નહીં તે કન્ફોર્મ નથી. જોકે જે રીતે બધા ટોચના રાજનીતિક નેતાઓ, સરકારી અધિકારી અને અબજોપતિને આપવામાં આવી છે તો પુતિનને ના આપવામાં આવી હોય તેની સંભાવના ઘણી ઓછી છે. \

રિપોર્ટ પ્રમાણે જે અમીરોને આ વેક્સીન આપવામાં આવી છે તેમાં એલ્યુમિનિયમની વિશાળ કંપની યૂનાઇટેડ રસેલના શીર્ષ અધિકારી, અબજોપતિ અને સરકારી અધિકારી સામેલ છે. આ વેક્સીન મોસ્કો સ્થિત રશિચાની સરકારી કંપની ગમલેયા ઇન્સ્ટીટ્યૂટે એપ્રિલમાં તૈયાર કરી હતી.

રિપોર્ટ પ્રમાણે ગમલેઈ વેક્સીનને રશિયાની સેના અને સરકારી રસિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડે ફંડ કર્યું છે. રશિયાએ જાણકારી આપી હતી કે વેક્સીનનો ગત સપ્તાહે જ પ્રથમ ટ્રાયલ પુરો થયો છે અને ટેસ્ટ પણ રશિયાના સેનાના જવાનો પર કરવામાં આવ્યો હતો. જોકે તેના પરિણામ હજુ સાર્વજનિક કરવામાં આવ્યા નથી. જોકે એમ બતાવવામાં આવે છે કે એક મોટા સમૂહ પર તેનું પરિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

રશિયાની ગમલેઈ વવેક્સીન પશ્ચિમ દેશોની સરખામણીમાં વધારે ઝડપથી આગળ વધી રહી છે. 3 ઓગસ્ટે આ વેક્સીનનો ફેઝ 3 ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં રશિયા, સાઉદી અરબ અને યૂએઈના હજારો લોકો ભાગ લેશે. માનવામાં આવે છે કે રશિયા સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસ વેક્સીન પોતાના નાગરિકોને આપી દેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here