સુરતઃ ગત શનિવારે એના ગામની સીમમાંથી પત્ની સાથેના સામાજિક અણ બનાવના કારણે જાનવી મીઠાપરા નામની યુવતી સાથે લિવ ઇન રિલેશનમાં રહેતો સુરતનો રોહિત ચંદુભાઈ બોરડ નામના યુવાનની લાસ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવી હતી. જેમાં રોહિતની હત્યામાં તેની પત્ની જયશ્રીનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે પત્નીના રિમાન્ડ લેતા નવીનવી કડીઓ પોલિસ સમક્ષ આવી રહી છે. જેમાં રોહિતની સોપારી આપીને પત્ની જયશ્રીએ જ પતાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
પહેલાં આપેલી સોપારીમાં બચાવ થયો હતો
એના ગામથી ગંગાધરા ગામે જતા રોડ પરથી સુરતના રોહિત બોરડ નામના યુવાનની હત્યા હત્યા કરીને ફેંકી ફેવાયેલી ડી- કમ્પોઝ હાલતમાં લાશ મળી હતી. હત્યા પાછળ તેની પત્ની જયશ્રી ઉર્ફે પાયલનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે કડોદરા પોલીસે મૃતક રોહિતની પત્ની જયશ્રીને પૂછપરછ કરતા વિવિધ પાસાઓ પોલીસ સમક્ષ બહાર આવ્યું હતું. થોડા દિવસો પહેલા રોહિતની હત્યા કરવા માટે જયશ્રીએ અલ્તાફ નામના યુવાનને 2.5 લાખની સોપારી આપી હતી. જોકે, અલ્તાફ રોહિતનો મિત્ર નીકળતા તેને ઘટનાની વાત રોહિતને કરી હતી. આથી રોહિત બચી ગયો હતો.
લલનાની મદદ લીધી હતી
ફરી જયશ્રીએ રોહિતને મારવા માટેની સોપારી સુરતના અક્ષય પાટીલ નામના યુવકને 2 લાખની આપી હતી. જેમાં રોહિતને પ્લાન મુજબ કડોદરા બોલાવવા તેમજ ઘટના સ્થળ સુધી પહોંચાડવા માટે જયશ્રી સાથે લોહીના વ્યાપારમાં સંકળાયેલી જ્યોતિ નામની યુવતીઓ સહારો લીધો હતો. રોહિત અને જ્યોતી કડોદરા ખાતે સ્પા મસાજ પાર્લર ચાલુ કરવાનું વાતનું બહાનું કરી રોહિતને કડોદરા બોલાવવાનું નક્કી કર્યું હતું.
લલના ભાગી ગઈ
ઘટનાના દિવસે જયશ્રીએ જાતે જ્યોતિના મોબાઈલ પરથી વોટ્સએપ પર રોહિત સાથે વાત કરી તેને કડોદરા મળવા તૈયાર કર્યો હતો. પ્લાન મુજબ રોહિત અને જ્યોતિ સાંજના 7 વાગ્યાના અરસામાં સંજીવની હોસ્પિટલ નજીક ઉભા હતા કે તરત એક નંબર વગરની એક્ટિવા પર અક્ષય તેમજ વિજય ઉર્ફે ડબ્બુ પાટીલ આવ્યા અને રોહિતના માથામાં સાળીયાનો ઘા કર્યો હતો. જે જોઈ જ્યોતિ ગભરાઈ ત્યાંથી ભાગી છૂટી હતી. ઘટના બાદ રોહિતને અર્ધમુઓ કરીને કારમાં નાખી પલસાણા તરફ ભાગી છૂટ્યા હતા અને રોહિતની લાશને એના ગામની સીમના ફેંકી હતી.
ફોન ખાડીમાં ફેંકી દીધો
રોહિતની હત્યા પાછળની માસ્ટર માઇન્ડ રોહિતની પત્ની રોહિતને સોપારી આપીને રોહિતને કડોદરા બોલાવવા જ્યોતિના ફોનમાંથી જાતે જ વોટ્સઅપ મેસેજ કર્યો હતો. રોહિતની હત્યા બાદ જયશ્રીએ રોહિતનો ફોન સુરત નજીક ખાડીમાં ફેંક્યો હતો. જોકે હજુ સુધી રોહિતના બુલેટનો તેમજ હત્યામાં વપરાયેલી કાર પોલસને હાથ લાગી નથી.
સોપારી લેનારા 2 આરોપીઓ પકડથી દૂર
રોહિતની હત્યાની ઘટનાના દિવસે હાજર 5 ઈસમમાંથી એક પણ ઈસમ પોલીસને હાથ લાગ્યા નથી. જોકે, તેને શોધવા માટે કડોદરા પોલીસ મથામણ કરી રહી છે. 2 લાખમાં રોહિતની પત્ની પાસે રોહિતના મોતની સોપારી લેનાર અક્ષય પાટીલ તેમજ તેના સાગરીતો અને સુનિલ અને વિજય પાટીલ ઉર્ફે ડબ્બુ પોલીસના હાથ લાગે તો આ ઘટનાની ગૂંચ ઉકેલાઈ તેમ છે.