‘ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો’ કાર્તિક આર્યન અને સારા અલી ખાનનો લિપલૉક Video Viral

0
240

કાર્તિક આર્યન અને સારા અલી ખાનના અફેરની ચર્ચા આજકાલ બોલીવુડના ગલિયારામાં થઇ રહી છે. હકીકતમાં તેની ચર્ચા ત્યારે શરૂ થઇ જ્યારે સારા અલી ખાને પોતે જ કૉફી વિથ કરણમાં કાર્તિક સાથે ડેટ પર જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

તે બાદ તેમના રિલેશનશીપને લઇને સતત ચર્ચાઓ થઇ રહી છે. આ વચ્ચે તેમનો લીપલૉક સીન સામે આવ્યો છે.

https://www.instagram.com/p/BuodBhdAl2s/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_test

એક અહેવાલ અનુસાર ફિલ્મ લવ આજકલના બીજા પાર્ટ માટે ઇમ્તિયાઝ અલીએ સારા અલી ખાન અને કાર્તિક આર્યનને કાસ્ટ કર્યા છે.

આ ફિલ્મનું શુટિંગ પણ શરૂ થઇ ગયું છે. ફિલ્મના એક સીનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ડિસ્કોમાં સારા-કાર્તિકનો રોમેન્ટિક સીન શૂટ કરવામા આવ્યો છે.

સારા અને કાર્તિક આર્યનની જોડીને કરીના કપૂરની લીલી ઝંડી મળી ગઇ છે. કરણ જોહરના શૉ પર જ્યારે કરીનાને બંનેની જોડી વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, He is massy, she is classy! જોકે સૈફ અલી ખાને જણાવ્યા અનુસાર સારાએ તેવા છોકરાને ડેટ કરવો જોઇએ જેની પાસે પૈસા હોય.

જણાવી દઇએ કે સારા અને કાર્તિકની જોડી હાલ ફિલ્મી પડદા પર તો બની ગઇ છે પરંતુ  રિયલ લાઇફમાં તેમની જોડી બનશે કે નહી તે તો સમય આવ્યે જ ખબર પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here