Sunday, November 28, 2021
Homeખૂદ પાકનાં વિદેશી મંત્રીઓએ ઈમરાનને ચેતવ્યા, કહ્યું કે મુંબઈ હુમલાની જેમ શાંતિ...
Array

ખૂદ પાકનાં વિદેશી મંત્રીઓએ ઈમરાનને ચેતવ્યા, કહ્યું કે મુંબઈ હુમલાની જેમ શાંતિ નહી રહે પૂરેપૂરી તૈયારી રાખજો

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને જોતાં પાકિસ્તાનના ત્રણ ભૂતપૂર્વ વિદેશી સચિવોએ તેમની સરકારને ચેતવણી આપી છે કે તેઓ ભારત તરફથી ગમે ત્યારે આક્રમક કાર્યવાહી થઈ શકે છે એની સાથે નીપટવાની પૂરેપૂરી તૈયારી રાખે. કારણ કે આ વખતે ભારત શાંત બેસે એવું લાગતું નથી.

એક પાકિસ્તાની અખબારમાં પ્રકાશિત મુજબ ત્રણ ભૂતપૂર્વ વિદેશી સચિવ રિયાઝ હુસૈન ખોખર, રિયાઝ મોહમ્મદ ખાન અને ઈનામુલ હકએ મીડિયા, રાજકીય નેતૃત્વ, ગુપ્ત માહિતી સંસ્થાઓ અને પાકિસ્તાનના લોકોને અપીલ કરી છે કે તેઓ ભયાનક વાતાવરણની તૈયારીમાં રહે. વાતાવરણને સંતુલન કરવાનું અને પોતાને શાંતિથી પગલા લેવા માટે જવાબદારી સૌ કોઈ સંભાળો.

હુમલામાં વપરાયેલ કારને લઈને થયો ખૂલાસો

14 ફેબ્રુઆરીના રોજ પૂલવામા થયેલા આત્મઘાતી હુમલામાં વાપરવામાં આવેલી ગાડીની તપાસ સુધી તપાસકર્તાઓ ટૂંક સમયમાં પહોંચી શકે છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર આ ગાડી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 40 સૈનિકો શહીદ થયા હતા.

મારુતિ અધિકારીઓ દ્વારા કરાયેલી તપાસમાં એવું જાણવા મળ્યું છે કે મારુતિ ઇકો હતો. ઇન્ટેલિજન્સ એજન્સીના તપાસકર્તાઓએ સ્પોટમાંથી કેટલાક નમૂનાઓ ભેગા કર્યા હતા. આ કાર 2010-11માં બનાવવામાં આવી હતી. કાર પર ફરીવાર કલર પણ લગાવવામાં આવ્યો હતો.

વિશ્લેષણમાંથી હજુ સુધી બે તથ્યો બહાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હમણાં કોઈ નિર્ણાયક નિષ્કર્ષ કાઢી શકાશે નહીં. સુરક્ષા એજન્સી અધિકારીઓએ શુક્રવારે ફરી મુલાકાત લીધી હતી અને અન્ય ઘણા નમૂનાઓ એકત્રિત કર્યા હતા. ટીમે સ્પોટની જગ્યાએ તપાસ કરી અને સાથે સાથે આસપાસના વિસ્તારોની પણ તપાસ કરી હતી.

વિસ્ફોટ એટલો ઘાતકી હતો કે વાહનના ટૂકડા 150-200 મીટર દૂર જઈને પડ્યા હતા અને નજીકના નિવાસી વિસ્તારોમાં પહોંચી ગયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે કારના કેટલાક નવા પાર્ટ પણ શોધી લેવામાં આવ્યા છે અને તેની તપાસ પણ કરવામાં આવશે.

એક અંગ્રેજી ન્યૂઝના જણાવ્યા મુજબ તપાસકર્તાઓને એક જૈરિકેન (ગેસોલિન અને પાણી જેવા પ્રવાહી રાખવા માટે વપરાય છે) અને મેટલનો એક ટુકડો મળ્યો છે. શંકા છે કે 30 કિલો આરડીએક્સ રાખવા માટે 20-25 લિટરની જૈરિકેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાક્ષીઓ કહે છે કે કારનો રંગ લાલ હતો.

આ કારનો ડ્રાઈવર આદિલ અહમદ દાર તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. તેના પરિવારના ડીએનએ નમૂના ટૂંક સમયમાં લેવામાં આવશે. જે સ્થળ પરથી નમૂના સાથે મેચ કરવામાં આવશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments