ખેંચ આવવાને લીધે મહિલા દાઝી યુવાનનો ટેમ્પો પલટી જતાં ઘાયલ

0
43

શહેરમાં એક જ દિવસમાં બે જુદા જુદા વિસ્તારમાં રહેતા લોકોને ખેંચ આવવાને કારણે ઈજાઓ પહોંચી હતી. એક બનાવમાં નાહવા જઈ રહેલી મહિલાને એકાએક ખેંચ આવતાં ગરમ પાણી તેના પર ઢોળાયું હતું. પહેલા બનાવની વિગતો મુજબ, કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલ મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતાં રીનાબેન ચંદ્રકાન્તભાઈ ભોંસલે (ઉં.વ.51) સવારે નાહવા માટે બાથરૂમમાં ગયાં હતાં. તે સમયે એકાએક તેમને ખેંચ આવતાં તેઓ ઢળી પડ્યાં હતાં. જેના કારણે ગરમ પાણીનું તપેલું તેમના પર ઢોળાતાં તેઓ બંને હાથ અને કમરના ભાગે દાઝ્યાં હતાં. તેઓને તાત્કાલિક સારવાર માટે રીનાબેનને સયાજી હોસ્પિટલ ખાતે લઇ ગયાં હતાં. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય બનાવમાં વીઆઇપી રોડની સહયોગનગર સોસાયટીમાં રહેતા ચંદ્રકાન્ત અશોક કદમ (ઉં.વ.35) વ્યવસાયે થ્રી વ્હીલર ટેમ્પો ચલાવે છે. છેલ્લા ઘણા સમયથી ખેંચની તકલીફ ધરાવતા ચંદ્રકાન્તભાઈ આજે બપોરે દવા લીધા બાદ ટેમ્પો લઈને નીકળતા તે સમયે અયોધ્યાનગર હનુમાનજી મંદિર પાસે તેમને ટેમ્પો ચલાવતી વખતે એકાએક ખેંચ આવતાં તેઓએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે ટેમ્પો પલટી જતાં આસપાસના લોકોએ તેમને બહાર કાઢી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here