Thursday, September 23, 2021
Homeસુરત : ખેજાદ ગામમાં ટાંકીમાં છુપાવેલો દારૂ પોલીસે ઝડપી પાડ્યો
Array

સુરત : ખેજાદ ગામમાં ટાંકીમાં છુપાવેલો દારૂ પોલીસે ઝડપી પાડ્યો

ખટોદરા વિસ્તારમાં ખજોદ ગામ કચરા પ્લાન્ટની બાજુમાં બનાવાયેલી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં છુપાવી રાખવામાં આવેલા દારૂને પોલીસ ઝડપી પાડ્યો હતો. અને દારૂ છુપાવનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે, હેમંત ઉર્ફે ભીખો ઉર્ફે માલીયો ખટોદરા ખજોદ ગામની બાજુમાં આવેલા કચરા પ્લાન્ટની નજીક બનાવવામાં આવેલી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છુપાવ્યો છે. જેથી પોલીસ ટીમ બનાવી રેડ કરી હતી.

જેમાં ૬x૧રની ટાંકીમાં ૧૧૧૬ દારૂ અને બિયરની બોટલ મળી આવી હતી. જેની કિંમત અંદાજે રૂ.૧.પ૪ લાખ થયા છે. પોલીસ દારૂ કબજે કરી આરોપી હેમંતને વોન્ટેડ જાહેર કર્યો છે. અને વધુ તપાસ ખટોદરા પોલીસ કરી રહી છે.

થરાદના નારોલી ચેકપોસ્ટ પરથી રવિવારે ટવેરા ગાડીમાં મમરાની આડમાં સંતાડીને લવાતો વિદેશી દારૂ સાથે બે શખસો ઝડપાઇ ગયા હતા. પોલીસે વિદેશી દારૂ સહિત ગાડી મળી કુલ રૂ.ર.ર૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

રાજસ્થાનની સરહદે આવેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરતાં રવિવારના રોજ રાજસ્થાનના સાંચોરના શીલુ ગામ તરફથી થરાદના નારોલી ગામ તરફ આવતા માર્ગ પર નારોલી ચેકપોસ્ટ પરથી પસાર થતી ટવેરા ગાડીને પોલીસે રોકાવી તલાશી લેતાં મમરાની આડમાં વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો.

પોલીસે ટવેરા ગાડીમાંથી રૂ.ર૯ હજારની કિંમતનો ર૮૮ બોટલ વિદેશી દારૂની અને ગાડી મળી કુલ રૂ.ર.ર૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં રાણપુરી ભીખપુરી ગૌસ્વામી તેમજ જેમલ રામચંદભાઇ ઠાકોર (બન્ને રહે.પાતીયાસરા, તાલુકો-થરાદ)ની અટકાયત કરી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments