Tuesday, December 7, 2021
Homeખેડબ્રહ્માઃ 22 દિવસથી લાશ ઘરમાં, પરિવાર કહે છે પોલીસે સાંભળ્યા જ નહીં,...
Array

ખેડબ્રહ્માઃ 22 દિવસથી લાશ ઘરમાં, પરિવાર કહે છે પોલીસે સાંભળ્યા જ નહીં, બારોબાર પંચનામું કર્યું

હિંમતનગર: ખેડબ્રહ્માના પાંચ મહુડા ગામની કોલેજીયન યુવતી પીન્કી ગમારની લાશ 21 દિવસથી અંતિમ સંસ્કારની રાહ જોઇ રહી છે. પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે પોલીસે પંચનામું પણ વ્યવસ્થિત કર્યુ નથી. કાળાભાઇ ગમારે જણાવ્યું કે સ્થળ પર દારૂની બોટલ, સિગારેટનું પેકેટ, કોન્ડોમ અને અન્ડરવેર હતા. પરંતુ પોલીસને માત્ર લાશ દેખાઇ હતી. પંચનામામાં તેનો ઉલ્લેખ નથી. નોંધનીય છે કે આ ચારેય વસ્તુઓનો વીડિયો પણ વાયરલ થયો છે. પરંતુ પોલીસ દ્વારા તેને સમર્થન આપવામાં આવતું નથી.

મૃતક યુવતીના કાકાએ ટૂંક સમયમાં ગુનેગારોને નહીં પકડવામાં આવે તો દીકરીની લાશ લઇને સ્થાનિક અગ્રણીઓ સાથે ગાંધીનગર મુખ્યમંત્રી કચેરીએ લઇ જવાની ચીમકી ઉચ્ચારતા સમાજના અગ્રણીઓ આગળ આવ્યા છે અને સમાધાનના પ્રયાસો હાથ ધર્યા છે.

પાંચ મહુડાની પીન્કી ગમાર નામની યુવતી 1 લી જાન્યુ.એ ખેડબ્રહ્મા કોલેજમાં ગયા બાદ 4 થીએ તેની લાશ મેત્રાલની સીમમાંથી ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી પીએમની કાર્યવાહી હાથ ધર્યા બાદ લાશને 21 દિવસથી ઘરમાં મૂકી રાખી છે અને આક્ષેપિતો વિરુદ્ધ કાર્યવાહીની માંગ થઇ રહી છે.

યુવતીના કાકા ચંદુભાઇ ગમારે જણાવ્યું કે પોલીસે અમને સાંભળ્યા જ નથી અને પંચનામું કરી પીએમ કરાવી અમને લાશ સોંપી દીધી છે. 21 દિવસથી લાશ ઘરમાં મૂકી રાખી છે. ટૂંક સમયમાં ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી નહી થાય તો અગ્રણીઓ અને સંસ્થાઓને સાથે લાશ લઇ ગાંધીનગર મુખ્યમંત્રીની કચેરીએ પહોંચીશુ અને ન્યાયની માંગ કરીશું. ચીમકીને પગલે સમાજના અગ્રણીઓ આગળ આવ્યા છે અને વનવાસી સમાજની પરંપરા મુજબ સમાધાનની ફોર્મ્યુલા શોધી કાઢવા પ્રયાસ હાથ ધર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments