ખેડૂતોનો મોદી સરકાર સામે મોરચો, 8 જાન્યુઆરીએ ગ્રામીણ ભારત બંધનું એલાન

0
21

ખેતીપ્રધાન દેશ ગણાતા ભારતમાં ખેડૂતોની હાલત ખુબ જ દયાજનક છે. જોકે મોદી સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના દાવાઓ કરવામાં આવે છે, છતાં પણ ખેડૂતોની સ્થિતિ હજુ સુધારો દેખાતો નથી. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં સત્તા મળતાંની સાથે જ ખેડૂતો નું દેવું માફ કરવાની જાહેરાતો કરી હતી, પરંતુ હજુ સુધી ખેડૂતોનું દેવું માફ થયું નથી જેથી ખેડૂતોમાં પણ રોષની લાગણી છે.

તો બીજી બાજુ કમોસમી વરસાદ તેમજ અન્ય કુદરતી આપત્તિઓને કારણે ખેડૂતો પાક નિષ્ફળ જતો હોય છે, જેથી ખેડૂત બિચારો બનીને રહી જાય છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની માગણીઓને સરકાર નજર અંદાજ કરી રહી છે ત્યારે હવે ખેડૂત સંગઠન દ્રારા 8 જાન્યુઆરીએ ગ્રામીણ ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે.જો કે 200 જેટલા વિવિધ સંગઠનોએ ભારત બંધના એલાનને ટેકો આપ્યો છે.

કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં હજુ સુધી સહાય નથી મળી.

ખેડૂતો છેલ્લા ઘણા સમયથી દેવામાફીની માંગ કરી રહ્યા છે.

ખેડૂત સંગઠનનું 8 જાન્યુઆરીએ ગ્રામીણ ભારત બંધનું એલાન

200 જેટલા ખેડૂત સંગઠનોએ આપ્યુ બંધનું એલાન

દૂધ તેમજ અન્ય સામગ્રી શહેરમાં ન મોકલીને કરશે વિરોધ

ખેડૂત સંગઠન દ્વારા 8 જાન્યુઆરીએ ગ્રામીણ ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. 200 જેટલા ખેડૂત સંગઠનોએ બંધના એલાનને ટેકો આપ્યો છે. વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂતો સરકાર સામે વિરોધ કરશે. શાકભાજી, દૂધ તેમજ અન્ય સામગ્રી શહેરમાં ન મોકલીને વિરોધ દર્શાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here