Tuesday, December 7, 2021
Homeખેડૂતો ! 15 લાખ રૂપિયા ભૂલી જાઓ, હવે દર વર્ષે માત્ર 6...
Array

ખેડૂતો ! 15 લાખ રૂપિયા ભૂલી જાઓ, હવે દર વર્ષે માત્ર 6 હજાર બેન્ક ખાતામાં

બિઝનેસ ડેસ્કઃ  કેન્દ્ર સરકારે ખેડૂતોના મનની વાત સાંભળી લીધી છે. હવે નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ફિક્સ આવક મળશે. કેન્દ્ર સરકારે પહેલી ડિસેમ્બર 2018થી પ્રધાનમંત્રી ખેડૂત સમ્માન નિધિ (પીએમ-કિસાન)ની શરૂઆત કરી છે. આ યોજનામાં બે હેક્ટર સુધી જમીન ધરાવતા નાના ખેડૂતોને બેન્ક ખાતામાં 6000 રૂપિયા વાર્ષિક ધોરણે જમા કરાવવામાં આવશે. આ રકમ 2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોના બેન્ક ખાતામાં સીધી પહોંચી જશે. સરકારનો દાવો છે કે 22 કૃષિ જણસો માટે ઉત્પાદન ખર્ચની તુલનામાં 50 ટકાથી વધુ ન્યૂનત્તમ મુલ્ય (સપોર્ટ કિંમત) આપવામાં આવ્યું છે.

1 ડિસેમ્બર 2018થી લાગુ થશે પીએમ-ખેડૂત યોજના, પહેલો હિસ્સો માર્ચ સુધી મળી જશે

ગાયો માટે બનેલા કાનુનને લાગુ કરાશે કામધેનુ આયોગ
  • ચાલુ નાણાંકિય વર્ષ માટે રાષ્ટ્રીય ગોકુલ મિશન માટે 750 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ બનશે.
  • આનાથી ગાયોની ઊંચી જાતી બનાવવામાં મદદ મળશે. આ આયોગ ગાયો માટે કાનૂન અને કલ્યાણ યોજનાને અસરકારક રૂપથી લાગુ કરવા પર પણ નજર રાખશે.
નુકશાનગ્રસ્ત ખેડૂતોને વ્યાજમાં 2 ટકાની મળશે રાહત
  • કુદરતી આફતોથી પ્રભાવિત ખેડૂતોને લોન પર વ્યાજમાં બે ટકાની છૂટ આપવામાં આવી છે. સમયસર લોન ચૂકવનારને અલગથી 3 ટકા પ્રોત્સાહન આપવામાં આવશે.
  • મત્સ્ય ઉછેર કેન્દ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર સરકારમાં અલગથી મત્સ્ય ઉછેર કેન્દ્ર બનશે.
  • ખેડૂત ક્રેડિટ કાર્ડથી લોન લઇ પશુપાલન અને મત્સ્ય ઉછેર કરનાર ખેડૂતોને વ્યાજમાં 2 ટકાની છૂટ મળશે. સમય પર લોન ચૂકવનારને વ્યાજમાં 3 ટકા વધુ છૂટ આપવામાં આવી છે.
5 વર્ષમાં એક લાખ ગામ ડિજિટલ કરાશે

ગ્રામ સડક યોજનામાં યુપીએની તુલનામાં ત્રણ ગણા વધુ માર્ગો

મોદી સરકારે ગ્રામ્ય વિકાસ પર પોતાનું ફોકસ જાળવી રાખ્યું છે. દાવો કર્યો છે કે યૂપીએ સરકારની તુલનામાં એનડીએના કાર્યકાળમાં ત્રણ ગણા વધુ માર્ગો બનાવવામાં આવ્યા છે. નાણામંત્રીએ આગામી વર્ષે ગ્રામ સડક યોજનામાં 19 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જે અગાઉના બજેટની બરાબર છે. પરંતુ ગતવર્ષે સરકારે સંશોધિત બજેટમાં માત્ર 15500 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા.

પીએમ આવાસ યોજનામાં પાંચ વર્ષમાં બનાવાયા 1.53 કરોડ ઘર
  • વિશ્વમાં સૌથી વધુ ડેટા ઉપયોગ કરનાર દેશનો ખિતાબ મેળવ્યા પછી ભારતમાં ગ્રામીણ ક્ષેત્રોમાં ડેટાનો વિસ્તાર કરવામાં આવશે. 5 વર્ષમાં એક લાખ ગામોને ડિજિટલ કરાશે
  • પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા 2014-18માં 1.53 કરોડ ઘર બનાવવામાં આવ્યા છે.
  • 2014માં જે 2.5 કરોડ પરિવારોને વિજળી કનેક્શનથી વંચિત સુધી વિજળી પહોંચાડાઇ, 143 કરોડ એલઇડી બલ્બ ઉપલબ્ધ કરાયા.
12 કરોડ ખેડૂત પરિવારોમાં 40 કરોડ વોટર, 275 સીટો પર નિર્ણાયક ભૂમિકામાં
  • મોદી સરકારે બજેટ દ્વારા 67 ટકા ગ્રામિણ વસ્તી અને 342 લોકસભા સીટોને ટાર્ગેટ કરવાની કોશીષ કરી છે.
  • સરકાર 12 કરોડ ખેડૂત પરિવારોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપશે. આમાં ઓછામાં ઓછા 60 કરોડ લોકો આવશે.
  • આ 60 કરોડ લોકોમાં ઓછામાં ઓછા 40 કરોડ વોટર છે. જે કુલ મતદાતાઓના 45 ટકા છે. આ 275 સીટો પર અસર કરશે.

મોદીરાજમાં ખેડૂતોના દેવા નથી ઘટ્યા, કૃષિ વિકાસ દર જરૂર ઘટી ગયો; દર બીજો ખેડૂત પરિવાર દેવામાં ડૂબ્યો

વિકાસ દરમાં સિંહ જ કિંગ
  • મોદી સરકારનું કૃષિ બજેટ મનમોહન સિંહ સરકારની તુલનામાં 12 ટકા વધુ છે. પરંતુ, કૃષિ વિકાસ યુપીએ-2 ના 5 વર્ષમાં 3.9 ટકા હતો જે મોદીના ચાર વર્ષમાં 2.52 ટકા જ રહ્યો.
  • દર બીજો ખેડૂત દેવાદારઃ દેશના 52.5 ટકા ખેડૂત પરિવાર દેવામાં છે. યૂપીએ-2માં આ આંકડો 40 ટકા આસપાસ હતો.
આત્મહત્યાઓમાં આવ્યો ઘટાડો
  • 2014માં 12360 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. જ્યારે 2016માં આ સંખ્યા ઘટીને 11370 રહી ગઇ. બે વર્ષથી ખેડૂતની આત્મહત્યાના આંકડા આવ્યા નથી.
  • ગામમાં માર્ગ નિર્માણ ઝડપીઃ  2010થી 2014 સુધઈ રોઝ 73 કિમી ગ્રામીણ માર્ગ બન્યા. હવે 134 કિમી દરરોજ બની રહ્યાં છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments