Thursday, October 21, 2021
Homeખેરગામ તાલુકાની પ્રા. શાળાઓમાં સંજીવની દૂધ યોજના પ્રારંભ, કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ...
Array

ખેરગામ તાલુકાની પ્રા. શાળાઓમાં સંજીવની દૂધ યોજના પ્રારંભ, કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ અને પ્રમુખ શશીનના ધરણાં રગલાવ્યો 

ખેરગામ તાલુકામાં આવેલી 54 જેટલી શાળાઓમાં સરકારની દૂધ સંજીવની યોજનાથી વંચિત 6 હજારથી વધુ બાળકોને યોજનાનો લાભ અપાવવા આગેવાનો દ્વારા અનેક રજૂઆતો અને ધરણા પણ કરવામાં આવ્યા હતા.શુક્રવારથી તાલુકામાં આ યોજનાનો આરંભ થતા આ વિસ્તારના ધારાસભ્ય નરેશભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કુમારશાળા ખાતે બાળકોને દૂધ પીવડાવી યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો.

 

 

આદિવાસી વિસ્તારની શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા અમલમાં આવેલી દૂધ સંજીવની યોજના અંતર્ગત નવસારી જિલ્લામાં ચીખલી અને વાંસદા તાલુકાની  શાળામાં દરરોજ હજારો બાળકોને  સંજીવની યોજનાનું દૂધ આપવામાં આવે છે.જેમાં 200 એમ.એલ.દૂધ કે જેમાં વિટામિન અને પ્રોટીન વિગેરે તત્વોથી પોષક  બનાવેલું હોય છે,જેનાથી બાળકોનું પોષણ સારું થાય અને તંદુરસ્તી વધે છે.પરંતુ ખેરગામ તાલુકાના ૨૨ ગામની 52 પ્રાથમિક શાળા અને 2 આશ્રમશાળાના 6 હજાર જેટલા આદિવાસી બાળકો આ યોજનાના લાભથી વંચિત રહ્યા હતા.આ યોજના ખેરગામ તાલુકામાં પણ અમલી બને તે માટે ભાજપ પ્રમુખ ચુનિભાઈ પટેલ તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી.તેમજ જે તે સમયે કોંગ્રેસ સમિતિ દ્વારા આ અંગે મામલતદારને આવેદનપત્ર આપી યોજના શરૂ કરવા માટેની માંગ સાથે સેવા સદનની બહાર ધરણાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો.આગેવાનોના ઘણા પ્રયાસો બાદ 1લી ફેબ્રુઆરી શુક્રવારથી ખેરગામ તાલુકામાં યોજના અમલી બનતા શાળાના બાળકો તેમજ આદિવાસી લોકોએ આનંદની લાગણી અનુભવી હતી.દૂધ સંજીવની યોજનાના શુભારંભ પ્રસંગે ભાજપ મહામંત્રી શૈલેષ ટેલર,જી.પં.સભ્ય ગુણવંતીબેન પટેલ,તા.પં. સભ્ય અરવિંદભાઈ પટેલ,રશ્મિબેન ટેલર,શાળાના આચાર્ય પ્રશાંત પટેલ,અમરતભાઈ પટેલ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ : ડોક્ટર ગુણવંતીબેન પટેલ

રિપોર્ટર : દિપક સોલંકી CN24NEWS નવસારી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments