Wednesday, September 22, 2021
Homeખેરગામ : પોલીસ નો ચાંપતો બંદોબસ્ત , વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
Array

ખેરગામ : પોલીસ નો ચાંપતો બંદોબસ્ત , વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

ખેરગામ તાલુકાના વિસ્તારોમાં ચૂંટણી ટાણે દારૂ તેમજ પ્રતિબંધિત વસ્તુની હેરાફેરીને અટકાવવા ખેરગામ પોલીસે ઠેકઠેકાણે ચાંપતો બંદોબસ્ત ગોઠવી તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
લોકોસભાની ચૂંટણીને લઈ કડક આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.ત્યારે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની પોલીસે ખેરગામ તાલુકાના દરેક વિસ્તાર માંથી દારૂ તેમજ પ્રતિબધિત વસ્તુઓનું મોટા પ્રમાણમાં થતી હેરાફેરી અટકાવવા ખેરગામ તાલુકાના નાધઇ ભૈરવી ખાતે ચોવીસ કલાક પોલીસ ચેકપોસ્ટ કાર્યરત કરી અહીંથી પસાર થતા તમામ વાહનોનું સઘન વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે.તેમજ ખાનપુર ખાતે પણ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવ્યું છે.તેમજ રાત્રી દરમ્યાન તાલુકાના ત્રણ વાહન ચેકિંગના પોઈટો ઉપર ખેરગામ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
બાઈટ : કે. જે. ભોયે. (PSI, ખેરગામ પોલીસ સ્ટેશન )

 

રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments