Thursday, September 23, 2021
Homeખોડલધામમાં આંતરિક વિવાદથી કંટાળી મહિલા સમિતિના પ્રમુખ સહિતના કન્વીનરોના રાજીનામાં
Array

ખોડલધામમાં આંતરિક વિવાદથી કંટાળી મહિલા સમિતિના પ્રમુખ સહિતના કન્વીનરોના રાજીનામાં

રાજકોટ: લેઉવા પટેલ સમાજની સંસ્થા ખોડલધામ ટ્રસ્ટમાં ફરી એક વખત આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. મહિલા સમિતિઓના કાર્યકર્તાએ ટ્રસ્ટના અમુક આગેવાનોના નિશાના પર આવ્યા હતા. ખોડલધામના કાર્યક્રમમાં નાના મોટા કામની જવાબદારી અને સંખ્યા એકત્ર કરવાની મુખ્ય જવાબદારી મહિલા સમિતિના શિરે હોય છે આમ છતાં અપજશ મળતો હોવાથી ખોડલધામ મહિલા સમિતિના પ્રમુખ, રાજકોટ જિલ્લા કન્વીનર, વોર્ડ કન્વીનરો અને ઝોન કન્વીનરોએ રાજીનામા આપી દીધા છે. ખોડલધામના મહિલા સમિતિના પૂર્વ પ્રમુખ શર્મિલાબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વૈચારિક મતભેદોને કારણે મેં રાજીનામું આપ્યું છે. હું હાર્દિક પટેલને નથી ઓળખતી, મહિલાઓને જે પ્રાધાન્ય આપશે તે પક્ષની સાથે છું. પરેશ ગજેરા અને નરેશ પટેલ બન્ને ચૂંટણી લડે તો અમે તેને સપોર્ટ કરીશું.

માનીતાઓને કન્વીનરો બનાવી દેવાયા

ખોડલધામ મહિલા સમિતિમાં સતત દોડધામ કરતા બહેનોએ રાજીનામું આપ્યા બાદ રાતોરાત માનીતા કન્વીનરોને જવાબદારી સોંપી દેવામાં અાવી છે. કોઇ મોટો વિવાદ ન થાય તે માટે હાલ રાજકોટમાં વોર્ડ વાઇઝ અને ઝોનના કન્વીનરોની નવી ટીમ બનાવી દેવામાં આવી છે. જો કે આ ટીમમાં પણ ગણગણાટ છે.

ગજેરા બાદ સંસ્થાને વધુ એક ફટકો

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને અભૂતપૂર્વ સફળતા મળ્યાની સાથે પરેશ ગજેરાને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યાર બાદ પરેશ ગજેરા અને નરેશ પટેલ વચ્ચે નાની મોટી વાતોને લઇને અણબનાવો વધ્યા અને પરેશ ગજેરાએ ખોડલધામમાંથી રાજીનામું આપ્યું હતું. આ સમયે પણ મોટો હોબાળો અને સૂત્રોચ્ચાર થયા હતા ત્યારે વધુ એક વખત પાટીદાર સંસ્થાના હાથ પગ સમાન મહિલા સમિતિના મુખ્ય કાર્યકર્તાઓએ રાજીનામું આપી દેતા સંસ્થાને વધુ એક ફટકો પડ્યો છે. અન્ય જિલ્લામાંથી મહિલાઓ રાજીનામું આપે તેવી સંભાવના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments