Monday, January 24, 2022
Homeખ્રિસ્તીઓનો પવિત્ર વાઈન વેચાય છે, અમદાવાદીએ મુખ્યમંત્રીને પત્ર લખી પરમિટ રદ્દ કરવા...
Array

ખ્રિસ્તીઓનો પવિત્ર વાઈન વેચાય છે, અમદાવાદીએ મુખ્યમંત્રીને પત્ર લખી પરમિટ રદ્દ કરવા માગ કરી

અમદાવાદ: ખ્રિસ્તી ધર્મમાં પવિત્ર એવા વાઈનને વેચવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. વટવાના મનોજ મેકવાને મુખ્યમંત્રીને પત્ર લખીને આરોપ લગાવીને વાઈનની પરમિટ રદ્દ કરવા માગ કરી હતી.

મેકવાનના આરોપ

પત્રમાં મેકવાને દાવો કર્યો હતો કે, આણંદના પ્રેરિસપ્રિસ્ટ ફાધર જસ્ટિન અને તેના મળતીયા 400 રૂપિયા સુધીની કિંમતે વેચે છે. અઠવાડિયા પહેલાના એક બનાવમાં વટવાના સભાપુરોહિત ફાધર અવિનાશ, પેરિશ કાઉન્સિલના ઉપપ્રમુખ પ્રવીણકુમારે એક કેસના સમાધાનમાં તેમના ઘરે જઈને વાઈનની બોટલ ગિફ્ટ કરી હતી.

ફાધર જસ્ટિનના બંને દૂતોએ ઓફર કરી

એક બોટલ આપ્યા બાદ વાઈનની બીજી જરૂર હોય તો રૂ. 400માં બોચાસણના ફાધર આરસકુમાર પાસેથી અપાવવાની વાત કરી હતી. જેથી મેકવાને ખાનગી રીતે તપાસમાં ઘણા મળતીયા અંદરખાને વેચતા હોવાનું જણાયું હતું.

વાઈનને ઈસુનું લોહી સમાન માનવામાં આવે છે

ચર્ચની વિધિમાં વાઈન વપરાય ત્યારબાદ ઈસુનું લોહી બની જાય છે એવી ખ્રસ્તીઓમાં માન્યતા છે. માત્ર 14 ટકા આલ્કોહોલવાળો વાઈન ચર્ચમાં જ વપરાય છે. તેને કોઈને ગિફ્ટ આપી શકાતો નથી કે દેશમાં ક્યાંય વેચાણ પણ નથી કરી શકાતું.  તેને ગોવાથી ચર્ચ માટે જ ઈશ્યુ કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular