Thursday, September 23, 2021
Home‘ગંગા યુપીનો સહારો, હું ગંગાજીનાં સહારે’, પ્રિયંકા ગાંધીનો જનતાને ખુલ્લો પત્ર
Array

‘ગંગા યુપીનો સહારો, હું ગંગાજીનાં સહારે’, પ્રિયંકા ગાંધીનો જનતાને ખુલ્લો પત્ર

પૂર્વીય ઉત્તર પ્રદેશનાં પ્રભારી અને કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. આવતી કાલ સોમવારથી પ્રિયંકા ગાંધી પ્રયાગરાજથી પોતાની ગંગા બોટ યાત્રાનો પ્રારંભ કરશે. પ્રિયંકા ગાંધીની ગંગા બોટ યાત્રા પ્રયાગરાજથી શરૂ થઇને પીએમ મોદીનાં સંસદિય મત વિસ્તાર વારાણસીમાં પુર્ણ થશે.

પોતાની ગંગા યાત્રા પહેલા પ્રિયંકા ગાંધીએ આજે યુપીની જનતાને ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં પ્રિયંકા ગાંધીએ જણાંવ્યું છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મને પૂર્વીય યુપીની જવાબદારી સોંપી છે. યુપીનાં લોકો સાથે મારો જુનો પુરાણો સંબંધ છે. તમારી સાથે મળીને યુપીની રાજનિતીમાં પરિવર્તન લાવવાની જવાબદારી એક સૈનિક તરીકે મને સોંપવામાં આવી છે.

પ્રિયંકાએ યુપીની જનતાને કહ્યું છે કે, તમારી વાત સાંભળ્યા વગર પરિવર્તન થઇ શકે નહિં. જેથી હું તમારી  પાસે આવી છું. હું જળમાર્ગ,બસ,ટ્રેન અને પદયાત્રાનાં માધ્યમથી આપની સાથે સંપર્ક કરીશ.

ગંગાજી કા સહારા

પોતાનાં પત્રમાં પ્રિયંકા ગાંધીએ ગંગાને સત્ય અને સમાનતાનાં પ્રતિક તરીકે સરખાવતા જણાંવ્યું છે કે તે કોઇ સાથે ભેદભાવ કરતી નથી. ગંગાજી ઉત્તર પ્રદેશનો સહારો છે, હું ગંગાજીનો સહારો લઇને તમારી સૌની વચ્ચે આવી છું.

ઉલ્લેખનિય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ વારાણસીમાં કહ્યું હતું કેસમુજે માં ગંગાને બુલાયા હૈ. કેન્દ્રમાં સત્તા મેળવ્યા બાદ પીએમ મોદીએ ગંગા સફાઇ અભિયાન માટે અલગ મંત્રાલય પણ બનાવ્યું હતું. જો કે ગંગા સફાઈ મામેલ અત્યાર સુધી વિપક્ષે કેન્દ્રની મોદી સરકાર પર આરોપ લગાવ્યાં છે. તેવામાં પ્રિયંકા ગાંધી ગંગા યાત્રાનાં માધ્યમથી પીએમ મોદીનાં મત વિસ્તાર વારાણસી જઇ રહિ છે.જ્યાં ગંગા નદીનાં તટ પર વસતા લોકો સાથે પ્રિયંકા ગાંધી સંવાદ કરશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments