Tuesday, January 18, 2022
Homeગઇ કાલે રમાયેલી T-20 મેચ ધોની માટે છેલ્લી હશે
Array

ગઇ કાલે રમાયેલી T-20 મેચ ધોની માટે છેલ્લી હશે

ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બુધવારે રમાયેલી T-20 મેચ વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાએ છેલ્લી T-20 મેચ રમી. જેમાં ધારવામાં આવી રહ્યુ છે કે, ઇંગ્લેન્ડમાં થનારા 50 ઑવરના વર્લ્ડ કપને ખત્મ થતા જ ભારતીય વિકેટકિપર મહેન્દ્ર સિંહ ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી શકે છે.

એવામાં હવે ટીમ ઇન્ડિયા આગામી T-20 ઇન્ટરનેશનલ મેચ વર્લ્ડ કપ ખત્મ થયા પછી રમશે આ માટે સંભવ છે કે, બેંગ્લોરમાં રમાયેલી T-20 ઇન્ટરનેશનલ મેચ ધોનીના કરિયરની છેલ્લી T-20 ઇન્ટરનેશનલ મેચ હશે.

2006થી T-20 ઇન્ટરનેશનલ મેચ રમી રહેલો 37 વર્ષનો ધોનીએ 97 મેચમમાં 1577 રન કર્યા, તેની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ 2007માં પહેલી T-20 ટૂર્નામેન્ટ જીતી. T-20 લીગ IPLમાં આ વિકેટકિપરે શાનદાર ફોર્મ આપ્યો અને ચેન્નાઇ સુપર કિંગ્સને 3 વખત ચેમ્પિયન્સ બનાવ્યુ.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ થયેલી 2 મેચની T-20 સીરિઝમાં ધોનીનું ફોર્મ ઠીક રહ્યુ. પહેલી મેચમાં 29*  રન કર્યા, જ્યારે બીજી T-20 મેચમાં માહીએ 22 બૉલ પર 40 રન કર્યા. આ ઇનિંગમાં 3 સિક્સર અને 3 બાઉન્ડ્રી શામેલ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular