Sunday, November 28, 2021
Homeગજબ! દિપિકા માટે કંઇક એવું કરવા તૈયાર છે રણવીર કે કોઇ પતિ...
Array

ગજબ! દિપિકા માટે કંઇક એવું કરવા તૈયાર છે રણવીર કે કોઇ પતિ વિચારી પણ ન શકે!

રણવીર સિંહે બોલીવુડમાં ઘણાં ઓછા સમયમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. તેણે ફિલ્મોમાં હટકે કિરદાર નિભાવીને પોતાની અભિનય ક્ષમતા પુરવાર કરી બતાવી છે. તાજેતરમાં જ તેણે એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા. તેવામાં જ્યારે રણવીર સિંહને એક ઇન્ટરવ્યુમાં પોતાની સરનેમ ચેન્જ કરવા અંગે સવાલ પૂછવામાં આવ્યો. તેનો જવાબ આપતાં રણવીરે કહ્યું કે પોતાની સરનેમમાં સિંહના બદલે પાદુકોણ જોડવું તેના માટે ખુશીની વાત હશે.

રણવીર સિંહે કહ્યું કે, જ્યારથી તેણે પોતાની સરનેમ ભવનાની ડ્રોપ કરી છે તો તેને બીજી સરનેમ જોઇશે જ. તેવામાં પાદુકોણ સરનેમ લગાવવામાં તેને કોઇ વાંધો નથી. જો કે પાદુકોણ સરનેમ પોતાનામાં જ લેજેન્ડ્રી છે.

જણાવી દઇ કે આ કપલે ગત વર્ષે નવેમ્બર મહિનામાં જ ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતા. આ અવસરે તેમના પરિવારજનો અને નજીકના મિત્રો જ સામેલ થયાં હતા.

જણાવી દઇએ કે લગ્ન બાદથી જ આ કપલ ચર્ચામાં છે. હવે જાણવા મળી રહ્યું છે કે રણવીર કપિલ દેવની બાયોપિક ’83’માં દીપિકા સાથે નજરે પડશે. રિપોર્ટસ અનુસાર આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્નીની ભુમિકામાં જોવા મળશે તેવી ચર્ચાઓ હતી. જ્યારે રણવીર સિંહ કપિલ દેવના રોલમાં છે. જો કે આ ફિલ્મની ઑફર દીપિકાને કરવામાં આવતાં એણે સવિનય ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો.

એના પ્રવક્તાએ કહ્યું કે ભવિષ્યમાં જરૂર પડયે રણવીર અને દીપિકા સાથે કામ કરશે પરંતુ એ માટે બંને અનિવાર્ય હોય એવી સ્ક્રીપ્ટ હોવી જોઇએ. દીપિકાના પ્રવક્તાએ કહ્યું કે ભવિષ્યમાં આવી કોઇ સ્ક્રીપ્ટ મળશે તો પતિપત્ની બંને એક ફિલ્મમાં સાથે દેખાશે. નહીંતર બંને સાથે જોવા નહીં મળે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments