ગટરલાઈન સાફ કરવા ઉતરેલ ચાર શ્રમિકોનું ગેસ ગળતરથી મોત

0
42

અમદાવાદમાં ગેસ ગળતરથી ચાર શ્રમિકોનાં મોતના સમાચાર સામે આવ્યા છે. ઓઢવના અંબિકાનગરમાં ચાર શ્રમિકોના મોત થયા છે. આ તમામ શ્રમિકો ગટર લાઈન સાફ કરવા માટે અંદર ઉતર્યા હતા ત્યારે આ દુર્ઘટના થઈ હતી.

મહત્વનું છે કે આ તમામ શ્રમિકો સેફ્ટીના સાધનો વગર જ ગટર લાઈન સાફ કરવા માટે ઉતર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનના કોન્ટ્રાક્ટથી ગટર સાફ કરવાની કામગીરી ચાલતી હતી.

આ ઘટનામાં રમેશ ચૌહાણ, સુરજિત, લાલસિંહ મારવાડી અને સુનિલનું મોત થયું છે. ત્યારે હવે સવાલો એવા ઉભા થયા છે કે કોર્પોરેશન કેમ સેફ્ટીના સાધનો પહેરાવ્યા વગર જ શ્રમિકોને કામગીરી સોંપે છે. હવે આ શ્રમિકોના મોતના જવાબદાર કોણ ?

સળગતા સવાલ 
ચાર-ચાર શ્રમિકોના મોતનું જવાબદાર કોણ ?
શ્રમિકોને સેફ્ટીના સાધનો વિના કેમ ઉતારવામાં આવ્યા?
સેફ્ટી વિના સુપરવાઇઝરે શ્રમિકોને ગટરમાં ઉતારવાની ફરજ કેમ પાડી?
શ્રમિકોની સુરક્ષાને કેમ અવગણે છે કોન્ટ્રાક્ટરો ?
સફાઇ કામ કરતી વખતે સુપરવાઇઝર ક્યા હતા?
ક્યા સુધી નિર્દોષ શ્રમિકો બેદરકારીનો ભોગ બનતા રહેશે ?
શું તંત્ર માત્ર વિરોધની જ ભાષા સમજે છે?
બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ થશે?
આ નિર્દોષ શ્રમિકોને મોતના મો માંથી કોણ બચાવશે?
કોન્ટ્રાક્ટરો કેમ AMCની ગાઇડલાઇનને નેવે મુકે છે?
શું કોન્ટ્રાક્ટરો માત્ર ખિસ્સા ભરવા જ કોન્ટ્રાક્ટ લે છે?
કોન્ટ્રાક્ટરો અને AMCના અધિકારીની મીલિભગત છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here