ગઠબંધનની રમત તો ટ્રેલર છે, બધા એક જ વ્યક્તિના વિરોધમાં છે: PM મોદી

0
12

નવી દિલ્હી: મિશન 2019ને ધ્યાનમાં રાખીને દિલ્હીના રામલીલા મેદાનમાં થઈ રહેલીબીજેપીની બે દિવસની રાષ્ટ્રીય પરિષદની બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકમાં ભાગ લેવા માટે આજે વડાપ્રધાન મોદી પણ રામલીલા મેદાન પહોંચ્યા હતા. રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં 10 હજાર કાર્યકર્તા, સાંસદો અને ધારાસભ્યો સામેલ થયા છે. અહીં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષ ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા.

અહીં વડપ્રધાન અખિલેશ અને માયાવતની ગઠબંધન ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, એક કહેવત છે કે- જે ઉંઘતુ હોય તેને જગાડી શકાય છે. પરંતુ જે જાગી ગયું છે અને છતા ઉંઘવાનો ડોળ કરે છે તેને ઉઠાડી શકાય નહીં. જે પક્ષનો જન્મ કોંગ્રેસના કારણે અને કોંગ્રેસ વિરોધ કરવા માટે થયો હતો તેવા જ વિરોધી પક્ષો આજે એક થઈ રહ્યા છે. તેલંગાણામાં ગઠબંધનનો ખૂબ ખરાબ રીતે પરાજય થયો છે અને કર્ણાટકમાં જ્યાં સરકાર બની છે ત્યાંના મુખ્યમંત્રી કહે છે કે, તેઓ ક્લર્ક બનીને રહી ગયા છે. હજી આ તો ગઠબંધનનું ટ્રેલર છે, ફિલ્મ આવવાની તો બાકી છે. આવું પહેલી વખત થઈ રહ્યું છે કે, માત્ર એક વ્યક્તિનો વિરોધ કવા માટે બધા એખ થઈ રહ્યા છે. આમના ઈરાદા શું છે તે આપણે સમજવાના છે કે આ લોકો ભેગા થઈને એક મજબૂરી વાળી સરકાર બનાવવા માગે છે જેથી તેમની દુકાન ચાલતી રહે. તેઓ એવી મજબૂર સરકાર બનાવવા માંગે છે કે, તેમના પોતાના લોકોનું ભલુ થાય પરંતુ જનતા એવી મજબૂત સરકાર ઈચ્છે છે જેનાથી દેશના ખેડૂતો સશક્ત બની શકે. મોદીએ કહ્યું કે, આ મજબૂર સરકાર ઈચ્છે છે કે, ફરી કોમનવેલ્થ ગેમ જેવા કૌભાંડ થઈ શકે જ્યારે મજબૂત સરકાર ઈચ્છે છે કે, દેશના ખેડૂતોની સ્થિતિમાં સુધારો આવે. તેઓ પક્ષને જોડી રહ્યા છે અને અમે જનતાનું દિલ જોડવા ઈચ્છીએ છીએ.

અમે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા માગીએ છીએ

– મોદીએ કહ્યું, અમે જ્યારે ખેડૂતોની વાત કરીએ છીએ ત્યારે પહેલાની સત્ય હકીકતો સ્વીકારવી જરૂરી હોય છે. પહેલા જેમની પાસે ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવાની જવાબદારી હતી તેમણે શોર્ટકર્ટ કાઢ્યા. તેમણે ખેડૂતોને માત્ર મતદાતા બનાવી દીધા. અમે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા માગીએ છીએ. ખેડૂતો સામે જેટલી સમસ્યાઓ છે અમે તેટલી જ ગંભીરતાથી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અન્નદાતાને અમે નવી ઉર્જાના નવા વાહક બનાવવા માંગીએ છીએ. તેમને સશ્કત કરવા માટે ખૂબ ઈમાનદારીથી પ્રયત્નો કરી રહ્યા છીએ.

– ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી. અમારા પહેલાંની સરકારે દેશને ખૂબ અંધારામાં ધકેલી દીધો છે. જો હું કહું તે ભારતે 2004થી 2014ના મહત્વના 10 વર્ષો કૌભાંડ અને ભ્રષ્ટાચારના આરોપોમાં ગુમાવી દીધા છે તો તે ખોટું નથી.

– સ્વતંત્રતા પછી જો સરદાર પટેલ દેશના પહેલાં વડાપ્રધાન બનત તો દેશની તસવીર કંઈક અલગ જ હોત. આજે હું કહેવા માંગુ છું કે, જો અટલી જ પણ દેશના વડાપ્રધાન રહ્યા હોત તો પણ આજે ભારત ક્યાંક હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here