ગઢડા : ગોપીનાથજી મંદિરમાં હોબાળો, પોલીસ અને મહિલાઓ વચ્ચે ચકમક ઝરી

0
74

બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરમાં થયેલી મારામારીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પોલીસકર્મીઓ અને મહિલાઓને હોબાળો જોવા મળે છે. મહત્વનું છે કે, 16 વર્ષ બાદ રવિવારે આચાર્ય રાકેશપ્રસાદે મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 16 વર્ષ બાદ આચાર્ય મંદિરમાં પ્રવેશ કરતા મહિલાઓએ વિરોધ કર્યો હતો. મહિલાઓએ દ્વારા આચાર્યનો વિરોધ કરવામાં આવતા હોબાળો થયો હતો.

હોબાળાના આ પ્રકારની ઘટનાને પગલે સ્થાનિક પોલીસકર્મીઓ પણ મંદિરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓએ મહિલાઓને માર માર્યો હતો. આ ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારે હવે પોલીસ દ્વારા માર માર્યો હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here