ગઢડા મંદિર ટ્રસ્ટની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન, સરેરાશ 65 ટકા મતદાન

0
0

ગઢડા મંદિરના ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે સમગ્ર દિવસ દરમિયાન સરેરાશ 65 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આ મંદિરમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ સોમવારે જાહેર થશે. સંપૂર્ણ મતદાન પ્રક્રિયા દરમિયાન બોગસ વોટિંગ પકડાયું હતું. તે ઉપરાંત ટોળાને વિખેરવા માટે પોલિસે લાઠી ઉગામી જેવા સામાન્ય બનાવો વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. મતદાન દરમિયાન મોટા પ્રમાણમાં હરીભક્તો ઉમટી પડ્યા હતા. પાર્શદ વિભાગમાં 98 ટકા મતદાન થયું હતું. ગૃહસ્થ વિભાગનું 63 ટકા મતદાન થયું છે.

અગાઉ સવારે 11 વાગ્યા સુધી 37 ટકા મતદાન થયું હતું. મતદાન માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યાં હતા. ચૂંટણી માટે કડક સુરક્ષા બંદોબસ્ત કરાયો હતો. ગઢડામાં 27 બુથ પર મતદાનનું આયોજન કરવામાં આવ્યુ હતું. 20 હજાર 668 મતદારો 6 બેઠકો માટે મતદાન કરાયું હતું. આ ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્યપક્ષના 6-6 ઉમેદવારો મેદાને છે. જ્યારે ચૂંટણી પહેલા એક બેઠક પર આચાર્યપક્ષ બિનહરીફ વિજેતા થયા છે.

પ્રથમ વખત ગઢડામાં તમામ બૂથ તૈયાર કરવામાં આવ્યા હતા. આ પહેલા જૂનાગઢ, અમરેલી અને બોટાદમાં બૂથ તૈયાર કરવામાં આવ્યા હતા. આ મંદિરમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ સોમવારે જાહેર થશે. જ્યારે મતદારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને નિર્ભયતાથી મતદારો પોતાના મતનો ઉપયોગ કરી શકે તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here