Friday, December 3, 2021
Homeગણતંત્ર દિવસે કાશ્મીર હુમલામાં 2 આંતકીઓ ઠાર મરાયા, 5 જવાન ઘાયલ
Array

ગણતંત્ર દિવસે કાશ્મીર હુમલામાં 2 આંતકીઓ ઠાર મરાયા, 5 જવાન ઘાયલ

શ્રીનગરઃ ભારત ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે અને આતંકીઓ કાશ્મીરની ઘાટીમાં તેમની નાપાક કરતૂતોને અંજામ આપી રહ્યા છે. ગણતંત્ર દિવસે આંતકીઓએ સુરક્ષાબળો પર હુમલો કર્યો છે, જેમાં 5 જવાનો ઘવાયા છે. આંતકીઓએ SOG અને CRPF કેમ્પને નિશાનો બનાવ્યું હતુ. ત્યારબાદ સુરક્ષાબળોએ પણ આંતકીઓના હુમલાનો વળતો જવાબ આપવાનો શરૂ કરી દીધો હતો.

અથડામણમાં 2 આંતકીઓ ઠાર
  • દક્ષિણ કાશ્મીરમાં સવારથી જ આંતકીઓ  અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ ચાલુ છે, જેમાં સુરક્ષાબળનાં જવાનોએ 2 આંતકીઓને ઠાર માર્યા છે. જૈશ-એ-મોહમ્મદ સંગઠનનાં આ  આતંકીઓ ગણતંત્ર દિવસે મોટી  ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતા. જો કે ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની આ કરતૂતનો જડબાતોડ જવાબ આપ્યો છે.
  • પાકિસ્તાની સેનાએ બુધવાર રાતે પણ પૂંછ જિલ્લાનાં મેંઢર સેક્ટરનાં ચેકપોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. કાશ્મીરની ઘાટીમાં સેનાએ આંતકી સામે ઓપરેશન ઓલ આઉટ ચલાવ્યું છે. આ ઓપરેશનમાં આંતકીઓને ઠાર મરાઈ રહ્યા છે. બુધવારે ભારતીય સુરક્ષાબળે બારામુલામાં લશ્કર-એ-તોયબાનાં 3 આંતકીઓને ઠાર માર્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments