ગરમીના પ્રકોપને લઈ સ્કૂલ વેકેશનમાં થઈ શકે છે વધારો

0
25

રાજ્યમાં દિવસે દિવસે ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. વધી રહેલી ગરમીના કારણે રાજ્યમાં સ્કૂલોના ઉનાળુ વેકેશનમાં વધારો થાય તેવી શક્યતા છે. આ મામલે શાળા સંચાલકો દ્વારા બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતું.

શાળા સંચાલકોની બેઠકમાં વેકેશન લંબાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વેકેશન લંબાવવા રાજ્ય શિક્ષકમંડળ દ્વારા સરકારમાં માગ પણ કરવામાં આવી છે. મહત્વનુ છે કે, નવા શૈક્ષણિક સત્રનો 10 જૂનથી પ્રારંભ થઈ રહ્યો છે. ઉનાળુ વેકેશન 17 જૂન સુધી વધારવા માટે રજૂઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here