- Advertisement -
રેસિપી ડેસ્કઃ લસ્સી એક એવું પીણું છે જે લગભગ દરેકને ખૂબ ભાવે. એમાં પણ ખાસ કરીને ગરમીમાં લસ્સી પીવાની મજા આવી જાય. જો તમને પણ લસ્સી ભાવતી હોય તો એકવાર આ વાનગી પર હાથ અજમાવી લો. ઘરે જ બનાવી શકાય એવી સ્ટ્રોબેરી લસ્સીની રેસિપી ફટાફટ નોંધી લો.
સ્ટ્રોબેરી લસ્સી
સામગ્રી:
– બે કપ દહીં
– એક કપ સમારેલી સ્ટ્રોબેરી
– અડધો કપ ખાંડ
– અડધી ટીસ્પૂન વાટેલી ઈલાયચી
– અડધો કપ ક્રશ્ડ બરફ
– બે ટેબલસ્પૂન મલાઈ
– બે ટેબલસ્પૂન ટૂટી ફ્રૂટી
રીત:
– મલાઈ અને ટૂટી ફ્રૂટી સિવાયની બધી જ સામગ્રી મિક્સ કરી મિક્સરમાં બ્લેન્ડ કરી લો.
– સ્ટ્રોબેરી લસ્સી તૈયાર છે. આ લસ્સીને ગ્લાસમાં ભરો. ઉપરથી થોડી મલાઈ અને ટૂટી ફ્રૂટી નાખો. ચમચી સાથે ઠંડી-ઠંડી લસ્સી સર્વ કરો.