ગરમીમાં ઠંડક આપશે બટાકા અને દાડમનું રાયતું

0
39

ગરમીની સીઝનમાં જમવામાં રાયતું ન હોય તો જમવાની મજા નથી આવતી. રાયતું જમવાનો સ્વાદ વધુ સારો બનાવે છે અને ગરમીની સીઝનમાં સ્વાસ્થ્ય માટે સારું પણ રહે છે. તે શરીરમાં ઠંડક પહોંચાડે છે.

વ્યક્તિ– 2-4
સમય– 5થી 15 મિનિટ
જરૂરી સામગ્રી
4 બટાકા બાફેલા
4 કપ દહીં
1 કપ દાડમના દાણા
1 ટી-સ્પૂન લાલ મરચું પાઉડર
1 ટી-સ્પૂન ચાટ મસાલો
1 ટેબલ સ્પૂન જીરું પાઉડર
1 ટી-સ્પૂન ચીલી ફ્લેક્સ
3 ટેબલ સ્પૂન લીલા ધાણા(ઝીણા કાપેલા)
મીઠું સ્વાદ અનુસાર
તેલ તળવા માટે

ગાર્નિશ માટે
નાની અડધી વાટકી દાડમના દાણા
નાની અડધી ચમચી જીરું પાઉડર
2-3 ફુદીનાના પાન
રીત
-સૌથી પહેલા બટાકાના ટુકડાં કરી લો.
-હવે ધીમા તાપ પર કઢાઈમાં તેલ નાખી ગરમ કરો.
-તેલ ગરમ થાય એટલે તેને થોડા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને પ્લેટમાં કાઢી લો.
-હવે એક બાઉલમાં દહીં લો અને તેને બરાબર ફેંટી લો.
-પછી તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, જીરું પાઉડર નાખી મિક્સ કરી લો.
-તેમાં દાડમના દાણા, તળેલા બટાકા, ચીલી ફ્લેક્સ, અને લીલા ધાણા નાખી મિક્સ કરો.
-તૈયાર છે બટાકા અને દાડમનું રાયતું.
-હવે ઉપર દાડમના દાણા, થોડો જીરા પાઉડર અને ફુદીનાના પાન નાખી સજાવી ઠંડું ઠંડું સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here