Sunday, March 16, 2025
Homeગરમીમાં મેકઅપ ધોવાઈ નહીં જાય, ટ્રાય કરો ટિપ્સ
Array

ગરમીમાં મેકઅપ ધોવાઈ નહીં જાય, ટ્રાય કરો ટિપ્સ

- Advertisement -

મોટાભાગની સ્ત્રીઓ મેકઅપ કરવાની શોખીન હોય છે પરંતુ ગરમીમાં મેકઅપને ટકાવી રાખવો એ બહુ કપરું કામ છે. કેટલાકને તો મેકઅપને લીધે ત્વચાપર લાલ ચકામા પડી જાય છે. પરંતુ આઝે આપણે ઉનાળામાં કેવો મેકઅપ કરવાથી લાંબો ટકશે એ વિશે વાત કરીશું.

1. મોઈશ્ચરાઈઝરથી કરો શરૂઆત

ગમે તે સીઝન હોય સ્કિન કોમળ રાખવા માટે મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવો.  ઉનાળામાં ઓઇલ ફ્રી મોઈશ્ચરાઈઝર અને ઓઇલ ફ્રી ફાઉન્ડેશન વાપરો.

2. સનસ્ક્રીન વાપરો

સ્કીનને તડકાથી બચાવવા માટે લગાવાતી સનસ્ક્રીનનો ઉપયોગ મકેઅપ કરતાં પહેલા પણ કરો. સનસ્ક્રીનની અસર 2-3 કલાક સુધી રહે છે. તેથી તડકામાં આ પ્રોડક્ટનું ખાસ ધ્યાન રાખો.

3. પ્રાઈમર જરૂરી છે

મોઈશ્ચરાઈઝર પછી ચહેરાપર  પ્રાઇમર જરૂર લગાવો. તેનાથી મેકઅપ લાંબો વખત ફ્રેશ રહે છે. તેમજ કરચલીઓ ઓછી દેખાય છે. સાથે જ પોર્સ પણ કવર થઇ જાય છે.

4. બ્રૉન્ઝરથી ચહેરાને ગ્લો કરો

ગરમીમાં ફ્રેશ દેખાવા માટે બ્રોન્ઝરની ભૂમિકા બહુ મહત્વની છે. તેનો ઉપયોગ ચહેરાના હાઈપોઈન્ટ કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડતાં હોય (કપાળ, નાક અને હડપચી વગેરે) ત્યાં જ કરવો જોઈએ.

5. મેકઅપ પ્રોડક્ટ્સ ઓછી વાપરો

કેટલીક સ્ત્રીઓનો મેકઅપ જલદી ક્રેકી લાગવા લાગે છે. આનાથી બચવા ઓછા મેકઅપ પ્રોડક્ટસ વાપરવાનો ટ્રાય કરો.

6. શિમરથી દૂર રહો

મોટાભાગની સ્ત્રીઓને ગ્લોઈ મેકઅપ લુક ગમે છે. પરંતુ નેચરલ ગ્લોઈ મેકઅપ અને જરૂર કરતા વધારે શિમર વાપરીને મેકઅપને ગ્લોઈ બનાવવામાં ફેર છે. ઉનાળામાં ક્રિમ ફાઉન્ડેશન લગાવવાથી બચો કારણ કે એનાથી ચહેરા પર વધારે પરસેવો આવે છે અને મેકઅપ બગડી જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular