Monday, January 24, 2022
Homeગરીબ આવાસમાં ભષ્ટ્રાચારની ‘વાસ’: 250 કરોડનું કૌભાંડ થયાની શક્યતા
Array

ગરીબ આવાસમાં ભષ્ટ્રાચારની ‘વાસ’: 250 કરોડનું કૌભાંડ થયાની શક્યતા

વડોદરાઃ પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાજીવ ગાંધી આવાસ યોજના હેઠળ 24 મહિનામાં તૈયાર કરવાપાત્ર 6300 આવાસો 60 મહિને પણ તૈયાર થયા નથી. તેના મૂળ કોન્ટ્રાકટરે હાથ ઉંચા કરી દેતા રાજકીય વગ ધરાવતા પેટા કોન્ટ્રાકટર પાસે રૂા. 250 કરોડના બાકી કામો કરાવવાની ભલામણને સ્થાયી સમિતિએ ફગાવી દઇને ફરીથી ટેન્ડર મંગાવીને કામગીરી કરાવવાનો ઠરાવ કર્યો હતો.

2018થી કામગીરી અટકી પડી છે

કલ્યાણનગર-તાંદલજા અને સયાજીપુરા વિસ્તારમાં  મકાનો બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવી હતી અને તેમાં એમવી ઓમની ઇન્ડિયા પ્રા.લિને તા.11 જાન્યુઆરી,2014ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ મકાનો કેન્દ્ર અને રાજય સરકારની મદદથી 24 મહિનાની મુદતમાં પૂરા કરવાના હતા પરંતુ આ કામ 2016માં વધુ નવ મહિનાની મુદત પછી પણ પૂરુ થયુ નથી.

6300 મકાનો બાંધવાની કામગીરી સમય મર્યાદામાં પૂરી

આ ઈજારદારો પૈકી એમ વી ઓમની કન્સ્ટ્રકશન કંપનીના ઇજારદારે મકાનો બાંધવામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વિગતો બહાર આવી હતી. જે બાદ પાલિકાએ ઇજારદારને નોટિસ આપી અધૂરી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. તેમ છતાં ઇજારદાર એમની પ્રોજેક્ટ લિમિટેડ કંપનીના સંચાલકોએ આ કામગીરી પૂર્ણ કરી નહીં જેને કારણે 6300 મકાનો  બાંધવાની કામગીરી સમય મર્યાદામાં પૂરી કરી નહીં શકતા વિવાદ સર્જાયો હતો.

પેનલ્ટી મળી રૂપિયા 23 કરોડ રકમ જપ્ત કરી લેવાના રહેશે

સ્થાયી સમિતિમાં રજૂ થયેલી આ દરખાસ્તમાં જણાવાયું હતું કે, ઇજારદારની નિષ્કાળજીને કારણે મકાનો બાંધવા નો લક્ષ્યાંક સિધ્ધ થઈ શક્યો નથી જેને ધ્યાનમાં રાખી એમની પ્રોજેક્ટ લિમિટેડ કંપનીના ડિપોઝિટ અને અન્ય પેનલ્ટી મળી રૂપિયા 23 કરોડ રકમ જપ્ત કરી લેવાના રહેશે.

જોકે, સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગેની વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના રાજીવ ગાંધી આવાસ યોજના અને ગરીબોને આવાસ યોજનાના મકાનો બાંધવા માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ ઇજારદાર એમ વી ઓમ્ની પ્રોજેક્ટ લિમિટેડ ને પેનલ્ટી અને ડિપોઝિટ ની રૂપિયા 30 કરોડની રકમ જપ્ત કરવા અને ઇજારદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

ભાજપના સભ્યે ચીફ વિજિલન્સ કમિ.ને ફરિયાદ કરી

સરકારની નાણાંકિય સહાયવાળી 24 મહિનાની સમયમર્યાદા વાળા આવાસો 60 મહિને પણ પૂરા થયા નથી ત્યારે તેમાં ઇજારદારને ફાયદો કરી આપવાનો કારસો ઘડાયો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના કાર્યકરે કર્યો  હતોઅને રાજયના ચીફ વિજીલન્સ કમિશનરને પત્ર લખી વિજીલન્સ તપાસ મૂકવાની માંગણી કરી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય અને ભાજપના આગેવાન કાર્યકર મહેશ ભોંસલે(સંતોષ)એ રાજયના ચીફ વિજીલન્સ કમિશનર એચ કે દાસને લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે,  ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ પાલિકા દ્વારા ફરી એક વખત ઇજારદારને ફાયદો કરી આપવા સરકારે નક્કી કરેલ નિયમોનો ભંગ કરી કોઇપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા કે સરકારે નક્કી કરેલા એસŸ"આર પ્રમાણે કામગીરી કરવામાં આવેલ નથી.

PMના ડ્રીમ પ્રોજેકટમાં ભાજપની જૂથબંધી ખુલ્લી પડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા આવાસ યોજના પૂરી કરવાની ઉતાવળમાં માનીતા કોન્ટ્રાકટરને લાભ ખટાવવા માટે ભાજપના જ એક જૂથે ભૂમિકા ભજવી હતી પરંતુ 226 કરોડ રૂપિયાના ચૂકવણા બાદ પણ 60 મહિને આવાસો તૈયાર થયા નથી. આ સંજોગોમાં, પેટા કોન્ટ્રાકટરોને લાભ ખટાવવા માટે ફરી એક વખત તખ્તો ગોઠવાયો હતો અને તેમાં વહીવટીતંત્ર પાસે તેવી દરખાસ્ત તૈયાર કરાવવામાં પણ જૂથ સફળ થયું હતું.

પરંતુ, ભાજપની સંકલન સમિતિમાં તેને લઇને હોબાળો થતાં બે વખત મૂલતવી રખાયા બાદ આખરે સબલેટના બદલે રિટેન્ડરીંગ કરવાનો નિર્ણય લેવાતા હવે બાકીની કામગીરી પૂરી થતાં એક વર્ષનો સમય નીકળે તેવી શકયતા નકારી શકાતી નથી.

કઇ એજન્સીએ રસ બતાવ્યો હતો
  • મે.ગુપ્તા કન્સ્ટ્રકશન
  • મે.ગુરુકૃપા કન્સ્ટ્રકશન
  • મે.ગજાનંદ કોર્પોરેશન પ્રા.લિ
  • મે.ડીઆર પટેલ ઇન્ફ્રા પ્રા.લિ
આવાસોની કેટલી કામગીરી
પેકેજ સંખ્યા કામગીરી પૂરી
અટલાદરા 2124 75%
સયાજીપુરા 1972 75%
કલ્યાણનગર 580 40%
સયાજીપુરા-તાંદલજા 880 70%
સયાજીપુરા 434 70%
સયાજીપુરા 224 35%
સયાજીપુરા 140 70%
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular