ગલવાન ઘાટીથી પાછળ હટવા ચીન તૈયાર, પૈંગોગને લઈ હજુ સુધી સહમતિ નથી સધાઈ

0
1
પૈંગોગ લેક પાસેથી ભારતે અને ચીની સેના હજુ પાછળ નથી હટી રહી
પૈંગોગ લેક પાસેથી ભારતે અને ચીની સેના હજુ પાછળ નથી હટી રહી.
  • પૈંગોગ લેક પાસેથી ભારતે અને ચીની સેના હજુ પાછળ નથી હટી રહી

નવી દિલ્હીઃ ભારત-ચીન (India-China Border Tension)ની વચ્ચે ચાલી રહેલા મતભેદોને ઉકેલવા માટે બંને દેશોમાં કોર કમાન્ડર (Corps Commander) સ્તરની ત્રીજા ચરણની વાતચીતમાં પણ કોઈ ઉકેલ નથી શોધી શકાયો.

સરકારના સૂત્રોનું માનીએ તો બંને દેશોની વચ્ચે આ પહેલા જ વાતચીત બાદ ચીન પોતાના સૈનિકોને ગલવાન ઘાટીથી LACની પાસે સહિત કેટલાક અન્ય વિસ્તારોમાંથી પાછળ હટવા તૈયાર થઈ ગયું છે, પરંતુ પૈંગોગ લેકને લઈ હજુ સુધી કોઈ સહમતિ સધાઈ નથી.

મૂળે, બંને દેશોની વચ્ચે અનેક મુદ્દાઓ પર સહમતિ નથી સધાઈ શકી. ચીન ગલવાન ઘાટીથી પાછળ હટવાને લઈ નિયત પેરામીટર્સ પર લગભગ સહમત છે, પરંતુ પૈંગોગ લેકની પાસેથી બંને સેનાઓ હજુ પાછળ નથી હટી રહી. પૈંગોગ લેકથી ભારતીય સેના પાછળ હટવા નથી માંગતી.

ભારતીય સેના ફિંગર-4માં છે, આ વિસ્તાર હંમેશાથી ભારતના કન્ટ્રોલમાં રહ્યો છે. ભારતે ફિંગર-8 પર LAC હોવાનો દાવો કર્યો છે. એવામાં મંગળવારે ચુશૂલમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે કોર કમાન્ડ સ્તરની બેઠકનું કોઈ મજબૂત પરિણામ નથી આવ્યું.

પૈંગોગ અને ગલવાનની જેમ ડેપસાંગ અને ડેમચોક ઉપર પણ ચીની સેના પાછળ નથી હટી રહી. સૈન્ય કમાન્ડરની વચ્ચે થયેલી અગાઉની બેઠકમાં ચીને કહ્યું હતું કે તેઓ ગલવાનમાં ક્લેમ લાઇનથી 800 મીટર દૂર છે. 22 જૂને અનેક બેઠકમાં ચીને કહ્યું હતું કે ગલવાનના પીપી-14થસ બસ 100-150 મીટર જ અંદર તેઓ આવ્યા હતા.

લદાખમાં આ વાતચીતથી પરિચિત સરકારી સૂત્રોએ News18ને જણાવ્યું કે લેહ સ્થિત XIV કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ અને તેમના ચીની સમકક્ષ મેજર-જનરલ લિયૂ લિને ઘણા સમય સુધી આ મુદ્દે વાત કરી. બંનેએ LACની સાથે કેટલાક વિસ્તારોમાં સૈનિકોને પરત બોલાવવા માટે વ્યાપક માપદંડો પર સહમતિ વ્યક્ત કરી છે.

સૂત્રો મુજબ, ગલવાન ઘાટીથી હૉટ સ્પ્રિંગ્સ ક્ષેત્રમાં ચાલી રહેલા પેટ્રોલિંગ પોઇન્ટ 14, 15 અને 17 પર સૈનિકોને હટાવવા માટે સમહતિ વ્યક્ત કરવામાં આવી છે. તેમાં ભારત દ્વારા કરવામાં આવેલા દાવાવાળા પ્રદેશોથી કેટલાક મીટરના અંતર પર PLA પણ સામેલ છે.

સરકારી સૂત્રોએ એવું પણ કહ્યું કે જોકે હજુ પૈંગોગ લેકના મામલે ઘણી થોડી વાત બનતી લાગી રહી છે. અહીં 5 જૂને ઘર્ષણ થયું હતું, જેમાં બંને તરફના સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

એક અધિકારીએ જણાવ્યું કે, PLA કમાન્ડરોએ અત્યાર સુધી પૈંગોગ પર કોઈ ફલેક્સીબીલીટી નથી દર્શાવી. મને લાગે છે કે હકિકત એ છે કે આપણે સમયાંતરે થોડા-થોડા આગળ વધી રહ્યા છીએ. આવા મામલામાં વન-શૉટ સેટલમેન્ટની આશા ન રાખી શકાય.