‘ગલી બોય’ ફેમ સિદ્ધાંત ચતુર્વેદી અને ‘દંગલ’ ફેમ સાન્યા મલ્હોત્રા ‘મેન ઈન બ્લેક: ઇન્ટરનેશનલ’ ફિલ્મના હિન્દી વર્ઝનમાં વોઇસ ઓવર કરશે

0
125

બોલિવૂડ ડેસ્ક: ‘ગલી બોય’ ફેમ સિદ્ધાંત ચતુર્વેદી ‘મેન ઈન બ્લેક: ઇન્ટરનેશનલ’ ફિલ્મમાં ક્રિસ હેમ્સવર્થનો વોઇસ ઓવર કરવાનો છે. ઉપરાંત હવે સિદ્ધાંત ક્રિસ સાથે રેડ કાર્પેટ પર પણ વોક કરવાનો છે. સિદ્ધાંત આવતા અઠવાડિયે ફિલ્મના હીરો ક્રિસને પણ મળવાનો છે. ક્રિસ સાથે મળવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે ‘સોની પિક્ચર્સ એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડિયા’એ ક્રિસના અવાજ માટે ફિલ્મના હિન્દી વર્ઝન માટે સિદ્ધાંતને ટીમમાં સામેલ કર્યો. ટીમે એવું સજેસ્ટ કર્યું કે, ક્રિસ અને સિદ્ધાંતે બન્નેએ મળવું જોઈએ જેથી તેમની વચ્ચે બોન્ડ બને. સિદ્ધાંત ક્રિસ સાથે પાડોશી સાઉથ એશિયન કન્ટ્રીની એક ઇવેન્ટમાં રેડ કાર્પેટ પર વોક કરશે.

‘મેન ઈન બ્લેક: ઇન્ટરનેશનલ’ ફિલ્મ 14 જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ફિલ્મનાં હિન્દી વર્ઝનમાં ક્રિસ હેમ્સવર્થનો વોઇસ ઓવર સિદ્ધાંત ચતુર્વેદી અને ટેસા થોમ્પસનનો વોઇસ ઓવર સાન્યા મલ્હોત્રા કરશે. ફિલ્મ લંડન બેઝ ટીમ મેન ઓન બ્લેકના સિક્રેટ એજન્ટ્સની છે, જેમાં ક્રિસ હેમ્સવર્થ એજન્ટ H અને ટેસા થોમ્પસન એજન્ટ M ના રોલમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here