ગાંધીજીનું અપમાન કરનારી હિન્દુ મહાસભાની નેતાનો શિવરાજ-ઉમા સાથે ફોટો વાઈરલ

0
54

અલીગઢઃ મહાત્મા ગાંધીની પુણ્યતિથી પર તેમની તસવીર પર નકલી બંદૂકથી પ્રહાર કરવાનો ઢોંગ કરનારા હિન્દુ મહાસભાની નેતા પૂજા શકુન પાંડેનો ભાજપના નેતાઓ સાથેના ફોટાઓ વાઈરલ થઈ રહ્યા છે. શકુને આ તસવીર 19 માર્ચ 2017એ ફેસબુક પોસ્ટ કરી હતી. જેમાં તેઓ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉમા ભારતી અને મધ્યપ્રદેશ સરકારમાં પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રા સાથે જોવા મળી રહી છે. જો કે આ ફેસબુક પોસ્ટને ડિલીટ કરી દેવાઈ છે.

 

હિન્દુ મહાસભાએ શૌર્ય દિવસ ઉજવ્યો હતો
  • બુધવારે મહાત્મા ગાંધીની પુણ્યતિથી પર અલીગઢનાં નૌરંગાબાદ વિસ્તારનાં એક ઘરમાં હિન્દુ મહાસભાનાં કાર્યકર્તાઓએ બાપુનું અપમાન કર્યુ હતુ. આ ઘટનાનો વીડિયો સોશયલ મીડિયા પર પણ વાઈરલ થયો હતો. જેમાં શકુન પાંડે કાર્યકર્તાઓ સાથે બાપુની તસવીર પર નકલી બંદૂક તાકતા જોવા મળી રહ્યી હતા.
  • વીડિયોનાં આધારે પોલીસે શકુન પાંડે અને તેમના પતિ હિન્દુ મહાસભાનાં રાષ્ટ્રીય પ્રવક્તા અશોક પાંડે સહિતના 13 લોકો પર કેસ દાખલ કર્યો હતો. આ  કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
  • મહાત્મા ગાંધીની પુણ્યતિથી પર પૂજા શુકન પાંડેની આગેવાનીમાં હિન્દુ મહાસભાનાં કાર્યકર્તાઓએ શૌર્ય દિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ કાર્યકર્તાઓએ કાર્યલય પરિસરમાં નથુરામ ગોડસેની તસવરી પર હારમાળા ચઢાવી હતી.  આ દરમિયાન શકુન પાંડેએ નથુરામ ગોડસેની તુલના ભગવાન કૃષ્ણ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, જો ગાંધી જીવીત રહેતા તો દેશ ટુકડાઓમાં વહેંચાઈ ગયો હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here