ગાંધીજીને ગોળી મારતા પહેલા ગોડસેએ ‘નમસ્તે બાપુ’ કહી ઠોકી દીધી 3 ગોળીઓ

0
155

નેશનલ ડેસ્કઃ આજે મહાત્મા ગાંધી(મોહનદાસ કરમચંદ ગાંધી)ની પુણ્યતિથી છે. ગાંધીજીની 30 જાન્યુઆરી, 1948ના રોજ નવી દિલ્હીમાં આવેલા બિરલા ભવનમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. નથુરામ ગોડસેએ ગાંધીજીને એક પછી એક ત્રણ ગોળીઓ મારી હતી. જો કે આજે પણ ઘણા લોકો નથુરામ ગોડસેનાં ગાંધીજી પર ગોળીબાર કરવાનાં કારણથી અજાણ છે. આવો જાણીએ 30 જાન્યુઆરી,1930નાં દિવસનાં ઘટનાક્રમને, ગોડસે કેવી રીતે અને કેમ બિરલા ભવન પહોંચ્યા..

સરદાર પટેલ સાથે ચર્ચા કરી

ગાંધીજીએ 30 જાન્યુઆરી, 1948એ સરદાર પટેલ અને તેમની દિકરી મણિબેન સાથે સાંજે 4 વાગે ચર્ચા કરી હતી. ગાંધીજી પ્રાર્થના સભા બાદ પણ સરદાર પટેલ સાથે ચર્ચા કરવા માંગતા હતા જેથી તેમણે બન્નેને રોક્યા હતા. પરંતુ કોણ જાણે કુદરતને આ મંજૂર ન હતું અને બેઠક બાદ પ્રાર્થનામાં જતા સમયે નથુરામ ગોડસેએ ગાંધીજી પર એક પછી એક ત્રણ ગોળી મારી દીધી હતી.

બાપુ પર એક પછી એક ત્રણ ગોળીઓનાં પ્રહાર

બિરલા ભવનમાં નિત્યક્રમ પ્રમાણે રોજ સાંજે 5 વાગે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવતુ હતુ. જ્યારે જ્યારે ગાંધીજી દિલ્હીમાં હોય ત્યારે આ સભામાં હાજરી આપવાનું ચુકતા ન હતા. ગાંધીજી સરદાર પટેલની ચર્ચામાં વ્યસ્ત હોવાથી સમયનું ધ્યાન ન રહેતા તેઓ આ પ્રાર્થનામાં સમયસર પહોંચવાનું ચૂકી ગયા હતા. અચાનક ઘડિયાળમાં તેમની નજર પડતા તેઓ પ્રાર્થનાસભામાં જવાનું યાદ આવે છે.

સરદાર સાથેની બેઠકને પતાવી બાપુ આભા અને મનુનાં ખભા પર હાથ મુકીને પ્રાર્થના સભામાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમના રસ્તામાં નથુરામ ગોડસે આવી જાય છે અને ગોડસે તેમની સામે ગાંધીજીને જોઈને હાથ જોડી ‘નમસ્તે બાપુ’ કહે છે. ત્યારે બાપુ સાથે ચાલી રહેલી મનુએ કહ્યુ- “ભૈયા, સામેથી હટી જાવ, બાપુને જવા દો”

નથુરામ ગોડસેનું કબૂલનામુ

આ હત્યા બાદ નથુરામે ગાંધીજીની હત્યા કરી હોવાનું સ્વીકાર્યુ હતુ. આ ઉપરાંત તેમને હત્યાનાં બીજા આરોપી તરીકે નાના ભાઈ ગોપાલ ગોડસેનું નામ લીધુ હતુ. ગોડસે એ ગુનો કબૂલ કરતા કહ્યું કે, હું શુક્રવાર સાંજે 4.50 વાગે બિરલા ભવનનાં દરવાજે પહોંચ્યો હતો. ત્યાં મેં ચાર-પાંચ લોકોનાં ટોળાને જોયુ અને તેમની વચ્ચે ઘુસીને સંતાઈને અંદર જવામાં સફળ રહ્યો હતો.

ગોડસેએ વધુમાં જણાવ્યું કે, સાંજે 5.10 કલાકે મેં ગાંધીજીને તેમનાં રૂમમાંથી નિકળીને પ્રાર્થનાસભા તરફ જતા જોયા હતા. તેમની આજુબાજુ બે યુવતીઓ હતી, જેમના ખભે હાથ મૂકીને ગાંધીજી ચાલી રહ્યા હતા. મેં તેમની સામે જઈને હાથ જોડી અને બન્ને છોકરીઓને તેમનાથી અલગ કરીને ગાંધીજી પર ગોળી ચલાવી દીધી હતી. હું બે જ ગોળી મારવાનો હતો પણ ત્રીજી પણ બંદૂકમાંથી છૂટી ગઈ હતી,ત્યારબાદ તેઓ જમીન પર પડી ગયા હતા.

પોલીસવાળા પણ મને દુરથી જોઈ રહ્યા હતા,હું જાતે પોલીસ-પોલીસની બૂમો પાડવા લાગ્યો- નથુરામ ગોડસે

ગાંધીજીની આજુબાજુ ઊભેલા લોકો દૂર ભાગવા લાગ્યા અને મેં સરેન્ડર કરવા માટે બંન્ને હાથ ઉપર કરી લીધા. પરંતુ મારી પાસે આવવાની કોઈએ હિમંત કરી ન હતી. પોલીસવાળા પણ મને દુરથી જોઈ રહ્યા હતા.હું જાતે પોલીસ-પોલીસની બૂમો પાડવા લાગ્યો, ત્યારે આશરે 5-6 મિનિટ પછી એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને ત્યારબાદ મારી પાસે ભીડનો જમાવડો થઈ ગયો અને તે લોકો મને મારવા લાગ્યા હતા.

અહિંસના પુજારી સાથે હિંસા થઈ છે- દેવદાસ ગાંધી

ગાંધીજીની હત્યાનાં સમાચાર આગની રીતે ફેલાઈ ગઈ હતી. બિરલા ભવનમાં ગાંધીજીનાં પાર્થિવ શરીરને રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના નાના દિકરા દેવદાસે ગાંધી બિરલા ભવન પહોંચી ગાંધીજીનાં શરીર પરથી કપડું હટાવીને કહ્યું કે,:”અહિંસના પુજારી સાથે હિંસા થઈ છે”

બાપુની હત્યાની FIR પણ એજ દિવસે એટલે કે 30 જાન્યુઆરીએ જ દિલ્હીનાં તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવાઈ હતી. એફઆઈઆરની કોપી ઉર્દુમાં લખાઈ  હતી. જેમાં સમગ્ર ઘટના અંગેની માહિતી હતી. દિલ્હીનાં તુગલક રોડનાં રેકોર્ડ રૂમમાં આજે પણ એ FIRનાં પાનાને સાચવીને રખાયા છે.

શરૂઆતમાં 8 લોકો સામે હત્યાનો આરોપ

ગાંધીજીની હત્યાનાં કેસમાં નથુરામ ગોડસે સહિત 8 લોકોને આરોપી જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી દિગ્મબર બડગેને સરકારી સાક્ષી બનાવામને કારણે છોડી મુકાયો હતો. આ ઉપરાંત શંકર કિસ્તૈયને હાઈકોર્ટે માફી આપી હતી. જ્યારે આ હત્યા કેસમાં વીરસાવરકર સામેના કોઈ પુરાવા મળ્યા ન હતા. બાકીનાં પાંચ આરોપીઓમાનાં ગોપાલ ગોડસે, મદનલાલ પાહવા, અને વિષ્ણુ રામકૃષ્ણ કરકરેને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે નથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને 15 નવેમ્બર,1949ને ફાંસી પર લટકાવી દેવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here