ગાંધીધામ : ડ્રગ્સ રિસીવર ઓખાનો વ્યક્તિ પણ ઝપટે ચડ્યો, કોર્ટ સમક્ષ કરાયો રજુ

0
52

ગાંધીધામઃ માત્ર રેવન્યુ લોસ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અંગે પણ ચીંતાજનક સ્થીતીનો ચીતાર આપતા એક હજાર કરોડના ડ્રગ્સ કૌભાંડમાં તપાસ એજન્સીઓએ પાકિસ્તાન તરફથી ડ્રગ્સની ડીલવરી જે ભારતના બોટ ધારકને આપવાનો હતો તે સંભવીત આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. જેને ભુજ સ્પેશ્યલ કોર્ટ સમક્ષ રજુ કરીને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.

જખૌ પાસેથી ડીઆરઆઈ, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ જોઇન્ટ ઓપરેશન કરીને ગત બુધવારના વહેલી પરોઢે પાકિસ્તાનના કરાંચીથી આવેલી બોટને છ પાકિસ્તાની સાથે પકડી પાડ્યા હતા. બોટમાંથી 218 કિલો બ્રાઉન હિરોઈન અને બેઝીક અલ્કારોઈડ ડ્રગ્સનો જથ્થો કે જેની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત એક હજાર કરોડ જેટલી થાય છે, તે ઝડપી પાડ્યો હતો. ઘટનામાં ગાંધીધામ સ્થીત ડિરેક્ટ્રોટ ઓફ રેવન્યુ ઈન્ટૅલીજન્સએ છએ પાકિસ્તાનીઓને બે દિવસ બાદ ભુજની સ્પેશ્યલ કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રીમાન્ડ માંગતા તેમને બે દિવસના રિમાન્ડ અપાયા હતા. જે સોમવારે પુર્ણ થતા છએ આરોપીઓને ભુજકોર્ટમાં રજુ કરી જ્યુડીશીયલ કસ્ટડીમા મોકલી અપાયા છે.

ઘટનામાં આંતરાષ્ટ્રીય દરીયાઈ સીમામા ભારત તરફથી જે બોટ રીસીવર તરીકે જવાની તેના સંભવીત આરોપીએ ઓખાના રમઝાન ગની પલાણી (રહે. ઓખા, બેટ દ્રારકા) ની અટક કરીને ભુજની સ્પેશ્યલ કોર્ટ સમક્ષ રજુ કરી જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. પ્રાથમીક તપાસમાં રીસીવર તરીકે તેના દ્વારાજ ડ્રગ્સનો જથ્થો રીસીવ કરવા જખૌ નજીક જવાનું હતુ, પરંતુ તે પહેલા દેશની સુરક્ષા એજન્સીઓએ પહોંચીને મેલી મુરાદો પર પાણી ફેરવી દીધુ હતુ. આરોપી પાકિસ્તાનીઓને ગાંધીધામના એ ડિવીઝન પોલીસ મથકે પણ નિયમાનુસાર પ્રસ્તુત કરાયા હતા. સમગ્ર ઘટનાક્રમમાં કેંદ્ર સરકાર વતી સ્પેશ્યલ પ્રોસીક્યુટર તરીતે કલ્પેશ ગોસ્વામી તેમજ એજન્સીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.

ઝડપાયેલા મોબાઈલ-સંશાધનોના રિપોર્ટ પર મદાર
છએ પાકિસ્તાની લોકો પાસેથી એક સ્માર્ટ ફોન સહિત ઝડપાયેલા 5 ફોન તેમજ અન્ય મતાને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેના રિપોર્ટમાં શું બાબતો બહાર આવે છે તે આધારે આગળની તપાસની વધુ ચોક્કસ દિશા નિર્ધારીત થવાની ત્યારે આ તપાસની કડીઓ આંતરાષ્ટ્રીય ડ્રગ્સ ડિલીંગ અને સ્મગલીંગના મુળીયા સુધી પહોંચે છે કે નહિ તે જોવુ રહ્યુ. આ રિપોર્ટ્સ આગામી ત્રણ થી ચાર દિવસોમાં આવી જવાનો અંદાજો લગાવાઈ રહ્યો છે.

ઘટનાની ગંભીરતાના પગલે અધિકારીઓના કચ્છના ધામા
એક હજાર કરોડનું ડ્રગ્સ અને તેમાં પણ પાકિસ્તાની બોટ અને છ પાકિસ્તાની ઝડપાયાની ઘટના કચ્છના કાંઠે બનતા તેના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા. ઘટનાની ગંભીરતાના પગલે ડિઆરઆઈની અમદાવાદ ટીમ સહિત અન્ય ખુફીયા અને રેવન્યુ સબંધીત સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓની ટીમે પણ કચ્છમાં ધામા નાખી ઘટનાની વિગતો મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here