Friday, December 3, 2021
Homeગાંધીનગરના શેરથા ગામે જમીનદલાલની ગોળી મારી હત્યા કરાઈ
Array

ગાંધીનગરના શેરથા ગામે જમીનદલાલની ગોળી મારી હત્યા કરાઈ

ગાંધીનગરઃ  શેરથા ગામે જમીન દલાલી અને ખેતી કરતા વ્યક્તિની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. હત્યા કર્યા બાદ હત્યારાઓ તેઓએ પહેરેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. અડાલજ પોલીસે હાલ વધુ તપાસ શરૂ કરી છે.

શેરથા ગામે આવેલા મોટા વાસમાં રહેતા જુઠાજી ઠાકોર (ઉ.વ.45) જમીન દલાલી અને ખેતીનું કામ કરે છે. આજે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ જુઠાજી ખેતરે જવા નીકળ્યા હતા. ટીટોળાં રોડ પર સરકારી નાળા પાસે પહોંચ્યા ત્યારે અજાણ્યા શખસે તેમના પર ફાયરિગ કરી હત્યા કરી નાખી હતી. હત્યારાએ તેમને પહેરેલા 11 તોલા દાગીના પણ લૂંટી લીધા હતાં. અડાલજ પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચીં તપાસ હાથ ધરી હતી.

અડાલજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.બી.પઢેરિયાએ જણાવ્યું હતું કે એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. લૂંટના ઈરાદે જ હત્યા કરાઈ હોવાનું જણાય છે, તેઓને કોઈની સાથે દુશ્મનાવટ નહોતી. હાલ પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments