Tuesday, December 7, 2021
Homeગાંધીનગરમાં નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ટ્રેડ શૉને ખુલ્લો મુક્યો, પેવેલિયનની મુલાકાત લીધી
Array

ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ટ્રેડ શૉને ખુલ્લો મુક્યો, પેવેલિયનની મુલાકાત લીધી

ગાંધીનગર: નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર વાયુસેનાના વિશેષમાં પહોંચ્યા હતા. ત્યાંથી ગાંધીનગર પહોંચીને ગ્લોબલ ટ્રેડ શૉને ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ તેમણે પેવેલિયનની મુલાકાત લીધી હતી. તેમની સાથે વિજય રૂપાણી, જે.એન સિંઘ જોડાયા હતા.

ટ્રેડ શોમાં બે હજાર કરોડથી વધુનો વેપાર થવાની શક્યતા

2 લાખ ચોરસમીટર વિસ્તારમાં ફેલાયેલો દેશના સૌથી મોટા ટ્રેડ શોનો પ્રારંભ કરાયો હતો. ટ્રેડ શોમાં 1200 સ્ટોલ છે. પ્રથમવાર યોજાનાર બાયર-સેલર્સ મીટમાં દેશ-વિદેશના 1500 બાયર- સેલર ભાગ લઇ રહ્યા છે. જેમની વચ્ચે 10,000 જેટલી બેઠકો યોજાશે. જેમાં 2,000 કરોડથી વધુનો વ્યાપાર થવાની શક્યતા છે.

આફ્રિકા ખંડના 52 દેશ આફ્રિકા ડેની ઉજવણીમાં ભાગ લેશે

વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ભારત અને આફ્રિકા વચ્ચેના વ્યાપારિક સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવવાના ભાગરૂપે યોજાઇ રહેલા આફ્રિકા ડેમાં આફ્રિકા ખંડના 54 પૈકી 52 દેશ ભાગ લઈ રહ્યા છે. આ દેશોના 1000 જેટલા પ્રતિનિધિઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે.

શોપિંગ ફેસ્ટમાં ગ્રાહકોને કુલ દસ કરોડનાં ઈનામો અપાશે

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું વડાપ્રધાનના હસ્તે ઉદ્દઘાટન કરીને ખુલ્લું મૂકાશે. 28મી જાન્યુઆરી સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં દરરોજ એક કાર સહિતના ઇનામો ડ્રો કરીને આપવામાં આવશે. સવારે 10થી રાત્રિના 12 વાગ્યા સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં મોલથી લઇને પાથરણાંવાળા જોડાયા છે.

બાયર સેલર્સ મીટમાં દેશ-વિદેશના 1500 બાયર-સેલર ભાગ લેશે

ગ્રાહકોને આકર્ષવા માટે મોટાપાયે ડિસ્કાઉન્ટ અપાશે અને તેની સાથે કુપન અપાશે. દરરોજ સાંજે ડોમમાં ડ્રો થશે તેમાં એક કાર સહિતના ઇનામો જાહેર કરાશે. કુલ 10 કરોડથી વધુના ઇનામો અપાશે. આ ફેસ્ટીવલમાં 2 હજાર ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. મંગળવારની રાત સુધીમાં 15,400થી વધુ નોંધાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments