Thursday, November 30, 2023
Homeગાંધીનગર ગાંધીનગર અને કલોલના 13 સબ સ્ટેશન વિસ્તારમાં વીજળી ડૂલ થશે

ગાંધીનગર અને કલોલના 13 સબ સ્ટેશન વિસ્તારમાં વીજળી ડૂલ થશે

- Advertisement -

ગાંધીનગરના ૭ અને કલોલના શહેર સહિત ૬ ગામ માટેના વીજ સબ સ્ટેશનનું સમારકામ હાથ ધરવામાં આવનાર હોવાથી કુલ મળીને ૧૩ સબ સ્ટેશનના વિસ્તારમાં અલગ અલગ દિવસો દરમિયાન સવારે ૮ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધી પાવર કટ રહેશે. સમારકામમાં ઉનાવા, મંડાલી, કલોલ, ચીલોડા, ધોળાસણ, રાંધેજા, સાંતેજ, કડજોદરા, ખાત્રજ, આદરજ, વાવોલ, જીઆઇડીસી અને લિહોડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.ઉતર ગુજરાત વીજ કંપની લીમીટેડ, સાબરમતીના અધિક્ષક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે ઉપરોક્ત સબ સ્ટેશનોમાં જરૃરી સમારકામ કરવાનું હોવાથી તેમાંથી નીકળતા ૧૧ કિલોવોટથી લઇને ૬૬ કિલોવોટ ફીડરોમાંથી વીજળીનો પુરવઠો મેળવતા ગ્રાહકોને સમારકામ માટે નિયત કરવામાં આવેલા દિવસે ૮ કલાક જેટલા સમયગાળા દરમિયાન વીજળીનો પુરવઠો આપી શકાશે નહીં. પરંતુ સબ સ્ટેશનમાં સમારકામ પુર્ણ થવાની સાથે કોઇ આગોતરી સુચના આપ્યા વગર જ વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.

ક્યા સબ સેટ્શનના વિસ્તારમાં ક્યા દિવસે વીજળી નહીં મળે તેના સંબંધમાં જણાવ્યું કે ગાંધીનગરના ઉનાવા ગામે તારીખ ૪થીએ, કલોલના મંડાલી ગામે તારીખ ૫મીએ, કલોલ શહેરમાં અને ગાંધીનગરના ચિલોડામાં તારીખ ૯મીએ, કલોલના ધોલાસણમાં તારીખ ૧૨મીએ, ગાંધીનગરના રાંધેજામાં તારીખ ૧૩મીએ, કલોલના સાંતેજ અને ગાંધીનગરના કડજોદરામાં તારીખ ૧૬મીએ, કલોલના ખાત્રજમાં તારીખ ૨૩મીએ, ગાંધીનગરના મોટી આદરજ અને વાવોલમાં તારીખ ૨૬મીએ તથા કલોલ જીઆઇડીસી અને ગાંધીનગરના લિહોડા સબ સ્ટેશનના વિસ્તારમાં તારીખ ૩૦મીએ સવારે ૮ વાગ્યાથી સંભવત બપોરે ૪ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular