Sunday, November 28, 2021
Homeગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કક્ષા ની નર્સીંગ કોન્ફરન્સ યોજાઇ .
Array

ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કક્ષા ની નર્સીંગ કોન્ફરન્સ યોજાઇ .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ નર્સીંગ કોલેજ એન્ડ સ્કુલ દ્વારા ગાંધીનગર સિવિલ ખાતે આવેલ ઓડીટેરીયમ હોલ માં એક દિવસ્ય પ્રથમ રાષ્ટ્રીય કક્ષાની નર્સીંગ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગુજરાત માંથી તથા ગુજરાત બહાર આવેલ રાજ્યો રાજસ્થાન  , પંજાબ  , હરિયાણા સહિત ના નર્સીંગ કોલેજ નો સ્ટાફ તથા ૧૬૦૦ નર્સીંગ ના  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં તો આ પ્રથમ નર્સીંગ કોન્ફરન્સ માં સોવીનિયર પુસ્તક નું પણ ઉપસ્થિત મહાનુભાવો મહેમાનો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું તો આ કોન્ફરન્સ નો મુખ્ય હેતુ નર્સીંગ ના વિદ્યાર્થીઓને નવી દિશા મળે તે માટે કોન્ફરન્સ યોજાઇ હતી.

 

 

 

તો આ કોન્ફરન્સ નુ આયોજન પ્રાંતિજ ચિત્રિણી નર્સીગ કોલેજ સ્કુલ દ્વારા ગુજરાત તથા રાજય બહાર આવેલ કોલેજ ના સહિયોગ થી સંપુર્ણ આયોજન ચિત્રિણી કોલેજ ના સંચાલક ર્ડા .નૃપાંશભાઇ પટેલ તથા સંસ્થાના સ્થાપક એ.કે.પટેલ તથા ચિત્રિણી કોલેજ સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

 

 

 

 

તો આ પ્રસંગે સાબરકાંઠા- અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડ  , ગુજરાત નર્સીંગ કાઉન્સીલ ના રજીસ્ટાર ર્ડા. પ્રજ્ઞાબેન ડાભી  , જી.એન.સી ના વાઇસ પ્રેસીડેન્ટ એલ.એ કડીવાલા  , મેડીકલ કોલેજ ગાંધીનગર ના ડીન શોભના બેન ગુપ્તા , હિંમતનગર સિવીલ હોસ્પિટલ ના સુપ્રીટેન્ડ જે.એમ.ઉપેરીયા  , પાટણ મેડિસિન ફેકલ્ટી ના ડીન ર્ડા ડી.ડી પાટીદાર  , ર્ડા. નૃપાંશભાઇ પટેલ , એ.કે.પટેલ , કોલેજ પ્રિન્સીપાલ નરેન્દ્ર કુમાર શર્મા સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં  .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments