ગાંધીનગર જિલ્લામા આવેલી નર્મદા કેનાલમા રાયપુરના બળદેવજીએ કર્યો આપઘાત

0
38

રાયપુરના બળદેવજીને નરોડાના ચાર યુવકોએ ઘરે આવીને તેમને અને તેમના પરીવારને ધાક ધમકી આપતા બળદેવજી ગઈ કાલે સાંજે આ લોકોના ત્રાસથી નર્મદા કેનાલમા આપઘાત કર્યો

ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામે રહેતા બળદેવજીને કોઈ જમીનના ડખામા નરોડાના ચાર યુવકોએ ઘરે જઈને તેમને અને તેમના પરીવારને ધાક ધમકી આપતા બળદેવજીએ કેનાલમા કુદીને કર્યો આપઘાત.

ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામે રહેતા બળદેવજી લક્ષ્મણજી ઠાકોર તેમના પરીવાર સાથે રહીને જીવન નિર્વાહ ચલાવતા હતા ત્યારે તેમને બે સંતાનો છે. મળતી માહિતી મુજબ ગઈ કાલે નરોડા ગામે રહેતા ચાર ઈસમો આ બળદેવજીને કોઈ જમીન અથવા ઘરના ડખામા ઘરે આવીને ઘરના પરીવારની હાજરીમા જ ધાક ધમકી આપી જતા આ ધાક ધમકી બળદેવજીનાથી સહન નહી થતા ગઈકાલે સાંજે છ વાગે રાયપુર પાસે આવેલી નર્મદા કેનાલમા કુદીને આપઘાત કરી લીધો હતો. ત્યારે તેમના પરીવારને સાંજે સાત વાગે ખબર પડતા તેમની શોધખોળ આદરતા  રાત્રે તેમના પરીવારને વાવડ મળ્યા કે બળદેવજીએ નર્મદા કેનાલમા છલાંગ લગાવી છે ત્યારે આ બળદેવજીની લાશને ગોતવા માટે બહીયલના તરવૈયા નામે કાલુભાઈ ખલાફીની ટીમને બોલાવી પરંતુ રાત્રે અંધારુ પડી જતા સવારમા આ ટીમે આવીને આ બળદેવજીની લાશ રાયપુર પાસે આવેલી નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામા આવી હતી. અને ઘરના પરીવારના મોભીએ આપઘાત કરતા પોતાના પત્ની બે બાળકો હાલમા હૈયાફાટ રુદન કરી રહ્યા છે.

  • ગઈ કાલે તેમના ઘરે નરોડાના ચાર ઈસમોએ રાયપુર ગામે તેમના ઘરે આવીને પરીવારની સામે ધાક ધમકી આપતા બનેલો બનાવ
  • જમીન કે ઘરના ડખાની બાબતમા આ ઈસમોએ બળદેવજીને ધાક ધમકી આપી હતી તેવુ જાણવા મળ્યુ છે
  • આ બળદેવજીને આ ધાક ધમકી સહન નહી થતા પોતાના પરીવારને છોડીને ગઈ કાલે સાંજે છ વાગે નર્મદા કેનાલમા છલાંગ લગાવી હતી
  • રાત્રે તેમના પરીવારને જાણ થતા તેમના બે સંતાનો અને તેમના પત્ની હૈયાફાટ રુદન કરી રહ્યા છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here