ગાંધીનગર જિલ્લા શિક્ષણ વિભાગે સુચના આપી , રાજ્યની ૨૬૪ શાળાઓને નોટીસ

0
50

ગાંધીનગર જિલ્લા  શિક્ષણ વિભાગે સુચના આપી છે કે રાજ્યની ૨૬૪ શાળાઓને નોટીસ આપીને જણાવ્યુ છે કે ફાયર ઓ.એન.ઓ.સી વગરની શાળાને આવતા સત્રથી બંધ કરી દેવામા આવશે.

 

હાલમા સમગ્ર દેશમા સુરતના બનેલા કોચીંગ ક્લાસના આગની ઘટનાથી ૨૩ જેટલા નીર્દોષ બાળકો મોતને ભેટી પડ્યા છે. અને આવા બાળકો મોત થતા આવી ઘટનાના પગલે કોચીંગ ક્લાસમા ફાયર સેફટીના સાધનો ન હોવાને લીધે હવે સરકારી તંત્ર સફાયુ જાગ્રુત થતા તેના અનુસંધાનમા આવી ઘટનાઓ ફરી બીજી જગ્યાએ ન બને તેના માટે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. અને આ બાબતે જણાવવામા આવ્યુ છે કે રાજ્યની ૨૬૪ શાળાઓને નોટીસ પાઠવવામા આવી છે. જેમા ફાયર ઓએનઓસી વગરની શાળાઓને આવતા સત્રથી બંધ કરી દેવાની વાત ચાલી રહી છે. રાજ્યની ૩૧૯ શાળાઓમાથી ફક્ત ૫૫ શાળાઓ પાસે એનઓસી છે. જેથી શિક્ષણ વિભાગે ૨૬૪ શાળાઓને નોટીસ પાઠવી છે. આ ઉપરાંત જે તે શાળાઓને સાત દીવસની અંદર જવાબ આપવાની તાકીદ કરી છે. અને સરકારે નવા નિયમને કડક અમલ માટે ગુજરાતની તમામ શાળ, કોલેજ તથા કોચીંગ સેંટરોને આદેશ આપ્યા છે. અને જો નવા શરૂ થતા સત્ર પહેલા ફાયર સેફટીના સાધનો વસાવવામા નહી આવે તો જે તે શૈક્ષણીક સંસ્થાને ફાયર એન.ઓ.સી વીનાની શાળાને આગામી સત્રથી શૈક્ષણીક કાર્ય શરૂ કરવાની મંજુરી નહી મળે તેવો આદેશ ગાંધીનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા  આપવામા આવ્યો છે.

  • સુરતમા બનેલા કોચીંગ ક્લાસમા ૨૩ જેટલા નીર્દોશ બાળકો મોતને ભેટી પડતા શૈક્ષણિક વિભાગે કરેલી લાલ આંખ
  • ગુજરાત રાજ્યની ૩૧૯ શાળાઓમાંથી ફક્ત અને ફક્ત ૫૫ શાળાઓ પાસે જ એનઓસી છે અને ૨૬૪ શાળાઓ પાસે એનઓસી નથી
  • શૈક્ષણિક શાળાઓ, કોલેજો અને કોચીંગ ક્લાસમા ફાયર સેફ્ટીના સાધનો નહી હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવામા આવશે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here