Sunday, September 24, 2023
Homeગાંધીનગર ગાંધીનગર : ડેપ્યુટી કલેકટર કક્ષાના 15 અધિકારીઓની બદલી

ગાંધીનગર : ડેપ્યુટી કલેકટર કક્ષાના 15 અધિકારીઓની બદલી

- Advertisement -

ગુજરાત સરકારે એક સાથે 15 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીની જાહેરાત કરી છે. જેમાં 7 અધિકારીઓને નવી નિમણૂક આપવામાં આવી છે. જ્યારે 8 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસુલ વિભાગે તમામ અધિકારીઓની બદલી કરી છે. આ પહેલા ગાંધીનગર જિલ્લાના પાંચ પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી હતી. જે પૈકી ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ ડી બી ડાભીની બદલી સાંતેજ પોલીસ મથકમાં કરી દેવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે ગાંધીનગર જિલ્લાના પાંચ પોલીસ ઇન્સ્પેકટરોની આંતરિક બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે. તાજેતરમાં ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકના પીઆઈ કે જે રાઠોડની એટીએસમાં બદલી થઈ છે. જે મુજબ ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ ડી.બી. ડાભીની બદલી સાંતેજ પોલીસ મથકમાં કરી દેવાઈ છે. જ્યારે ટ્રાફિક પીઆઈ એલ.ડી. ઓડેદરાની બદલી ઈન્ફોસિટી પીઆઈ તરીકે કરવામાં આવી છે. તેમજ સાયબર ક્રાઈમ સેલના પીઆઈ કે.બી. સાંખલાને કલોલ શહેર પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે. એજ રીતે કલોલ શહેર પોલીસ મથકના પીઆઈ વી.આર.ખેરને સચિવાલય સંકુલમાં બદલી કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular