ગાંધીનગર : દેવની મોરી સહિત રાજ્યના 13 બૌદ્ધ સ્થળને ટૂરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવાશે

0
242

ગાંધીનગરઃ ગુજરાતમાં બુદ્ધ વિહાર કરી ગયા હોય તેવા સ્થળોને શોધીને તેને ટૂરિસ્ટ સરકિટ તરીકે વિકસાવવાનું કામ પ્રવાસન નિગમ દ્વારા કરાશે. રાજ્યના13 સ્થળોને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાશે.દેવની મોરીને મહત્ત્વના ગ્લોબલ બુદ્ધિસ્ટ સ્પિરિચ્યુઅલ પ્લેસ તરીકે વિકસાવાશે. જેને વિદેશમાં આવેલાં બુદ્ધિસ્ટ સ્થળો સાથે જોડવા માં આવશે. દેવની મોરી એ મેશ્વો નદી પર આવેલા વિશાળ બૌદ્ધ સ્તૂપ, ચૈત્ય વિહાર ધરાવતું મહત્ત્વનું સ્થળ છે, જેનું સંશોધન આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને એમએસ યુનિવર્સિટી દ્વારા કરાયું હતું.

દેવની મોરી ઉપરાંત ગુજરાતમાં આવેલા જૂનાગઢના ઉપરકોટ, બાબા પ્યારેની ગુફાઓ, ખાપરા કોડિયાના મહેલ, અશોકના સ્તંભ માર્ગ, ગીર સોમનાથની સાના ગુફાઓ, પ્રભાસ પાટણ બુદ્ધિસ્ટ ગુફાઓ, ભરૂચનો કડિયા ડુંગર, કચ્છની સિયોત ગુફાઓ, ભાવનગરની તળાજા બૌદ્ધ ગુફાઓ, રાજકોટની ખંભાલિડા ગુફાઓ, વડનગરની બૌદ્ધ ગુફાઓ, મહેસાણા તારંગાહિલ ઉપરની બુદ્ધિસ્ટ ગુફાઓનો સમાવેશ થાય છે. આ સ્થળોએ પ્રવાસીઓ માટે એપ્રોચ રોડ, સ્ટ્રીટ લાઇટ, ટૂરિસ્ટ કિઓસ્ક, સાઇનેજિસ, સીસીટીવી કેમેરા, એક્ઝિબિશન અને ઓરિએન્ટેશનલ સેન્ટર, રેસ્ટિંગ એરિયા જેવી સુવિધાઓ ઊભી કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here