Wednesday, September 28, 2022
Homeગાંધીનગર મેયરને હાઈકોર્ટે કહ્યું, ‘ગંદી રાજરમત કોર્ટમાં ન લાવો’
Array

ગાંધીનગર મેયરને હાઈકોર્ટે કહ્યું, ‘ગંદી રાજરમત કોર્ટમાં ન લાવો’

- Advertisement -

અમદાવાદ:ગાંધીનગર કોર્પોરેશનના મેયર પ્રવિણ પટેલે મતદાનનું પરિણામ જાહેર કરવા કરેલી પિટિશનમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે અરજદારને સીધું સંભળાવી દીધું કે, તમારી ગંદી રાજરમત કોર્ટમાં ન લાવશે. આ બીજી વખત અરજદારને હાઇકોર્ટે આ મામલે ખખડાવ્યા છે.

શૈલેન્દ્રસિંહ બિહોલાએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી

ગાંધીનગરના મેયર પ્રવિણ પટેલે જસ્ટિસ સોનિયાબેન ગોકાણીના વચગાળાના હુકમને ડિવિઝન બેંચમાં પડકાર્યો હતો. સિંગલ બેંચ દ્વારા ગાંધીનગરના મેયરની ચૂંટણી યોજવા અને તેનું પરિણામ જાહેર નહી કરી તે સીલબંધ કવરમાં રજૂ કરવા આદેશ આપ્યો હતો. તેમજ પટેલનો મત પણ સીલબંધ કવરમાં રજૂ કરવા આદેશ આપ્યો હતો.કોંગ્રેસની બેઠક પર વિજય મેળવનાર પ્રવિણ પટેલે મેયર બનવા માટે પક્ષાંતર કરી ભાજપામાં જોડાઇ જતાં તેમને પક્ષાંતરધારા હેઠળ અયોગ્ય જાહેર કરવા માટે આદેશ આપવા કોંગ્રેસના શૈલેન્દ્રસિંહ બિહોલાએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.

તમારી ગંદી રાજરમત કોર્ટ સુધી ન લાવશો

ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ આ કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે આ કેસ સાંભળવાનો ઇન્કાર કરી તે રદ કરવા નિર્દેશ કર્યો હતો. જોકે અરજદાર તરફે એડવોકેટ દ્વારા આ કેસ સાંભળવા માટે રજૂઆતો ચાલુ રાખવામાં આવતા આખરે ચીફ જસ્ટિસની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતુંકે, તમારી ગંદી રાજરમત કોર્ટ સુધી ન લાવશો. નવેમ્બરમાં હાઇકોર્ટની સિંગલ બેંચે હુકમ કરવા છતાં પણ તમે તે કેસ ત્યાં ચલાવતા નથી. આ કેસમાં પક્ષકાર બનાવા માટે અને સીંગલ બેંચના હુકમને રદ કરવા માટે ભાજપના મેયર પદના ઉમેદવાર રીટા પટેલે કરેલી લીવ અપીલને હાઇકોર્ટે ફગાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular