ગાંધીનગર : સીલ્વર એસેંટ ગાડી લઈને ઘરેથી નીકળેલા યુવાને એસેંટ ગાડી અને મોબાઈલ મુકી કરાઈ કેનાલમા આપઘાત કર્યો

0
29

ગાંધીનગર અમદાવાદ વચ્ચે આવેલી નર્મદા કેનાલમા રોજ બરોજ આપઘાત કરવાના બનાવો વધી જવા પામ્યા છે. ત્યારે ગઈ કાલે નર્મદા કેનાલમાંથી બે લાશો મળવા પામી હતી. આજે અમદાવાદ સૈજપુર ટાવર પાસે રહેતો મુળ વતન ભરખરી ઈડરનો રહીશ નામે મહેન્દ્રસિંહ જુજારસિંહ કોઈ અગમ્ય કારણોસર કાલે ઘરેથી સીલ્વર કલરની એસેંટ ગાડી લઈને નીકળ્યો હતો. ત્યારે એસેંટ ગાડી અને મોબાઈલ બંને કેનાલ ઉપર મુકીને યુવાને કુદીને નર્મદા કેનાલમા આપઘાત કર્યો હતો. ત્યારે આજે મારૂતી ગાડી અને ફોન જોઈને તેના પરીવારનો સંપર્ક કરીને આ યુવાનના પરીવારને બોલાવવામા આવ્યો હતો. અને આ યુવાન કેનાલમા પડવાનુ કારણ હજુ જાણી શકાયુ નથી પરંતુ આ નર્મદા કેનાલમા દરરોજ એક બે લાશો મળી આવે છે આમ હારેલા થાકેલા અને જીવનથી કંટાળેલા યુવાનો પોતાની કીમતી જીંદગી નર્મદા કેનાલમા ન્યોછાવર કરી દેતા હોય છે. આ બનાવની જાણ બહિયલના કાળુભાઈ તરવૈયાને થવા પામી હતી. અને આ બનાવના સંદર્ભે નર્મદા કેનાલ ઉપર મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યા હતા.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here