Sunday, September 19, 2021
Homeગાંધીનગર : SMVS સ્વામિનારાયણ હોસ્પિટલનું રાજ્યપાલ, CM-DYCMના હસ્તે લોકાર્પણ
Array

ગાંધીનગર : SMVS સ્વામિનારાયણ હોસ્પિટલનું રાજ્યપાલ, CM-DYCMના હસ્તે લોકાર્પણ

ગાંધીનગર: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ગઈકાલે ગુરુવર્ય પ.પૂ.બાપજીના 87 માં પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અને SMVS સ્વામિનારાયણ હોસ્પિટલનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જગદીશપંચાલ, સી જે ચાવડા, બાબુભાઈ જમનાદાસ, પ્રવીણભાઈ પરમાર, કિરીટભાઈ ખાંટ, ગાંધીનગર મેયર પ્રવીણભાઈ પટેલ, અમદાવાદ મેયર બીજલબેન પટેલ તથા સમાજના અગ્રણી શ્રેષ્ઠીશ્રીઓ તથા અગ્રણી ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. આશરે 50000ની જનમેદનીની હાજરીમાં હોસ્પિટલનું લોકાર્પણ થયું.

આ હોસ્પિટલમાં તમામ પ્રકારના આધુનિક મેડીકલ સાધનોની સુવિધા

25થી વધુ સ્પેશીયાલીટી તથા સુપર સ્પેશીયાલીટી
6 વિશાળ મોડ્યુલર ઓપરેશન થીયેટર્સ (ક્લાસ 100 કક્ષાનું)
20થી વધુ બેડનું MD ડોક્ટર્સ સાથેનું મેડીકલ તથા સર્જીકલ ICU (આઈસોલેશન રૂમ સાથે)
અત્યાધુનિક ડાયાલીસીસ સેન્ટર
ઓપરેશન વગર પથરી તોડવાની આધુનિક લીથોટ્રીપ્સી સુવિધા
24×7 Emergency વિભાગ અને ટ્રોમા સેન્ટર
24×7 કાર્યરત રેડિયોલોજી વિભાગ (CT સ્કેન, Sonography, Mammography, X-Ray)
24×7 લેબોરેટરી સુવિધા
24×7 કાર્યરત એમ્બ્યુલન્સ સુવિધા
અત્યાધુનિક સેન્ટ્રલાઈઝડ મેડીકલ ગેસ ડિસ્ટ્રીબ્યુશન સીસ્ટમ
આધુનિક હોસ્પિટલમાં જ હોય તેવી ન્યુમેટીક ટ્રાન્સપોર્ટ સીસ્ટમ
ગુણવત્તાના માપદંડ NABH પ્રમાણેની હોસ્પિટલ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે

આ પ્રસંગે રાજ્યપાલ ઓ પી કોહલી એ જણાવ્યું કે આ સંસ્થા સામાજિક ચેતના જગાવવાનું કાર્ય કરી રહી છે. સંસ્થાએ આધ્યાત્મિક ચેતનાની સાથે સામાજિક કાર્યોની જ્યોત પ્રજ્વલિત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે દવાઓ અને ઓપરેશન મોંઘા થયા છે ત્યારે દર્દીઓની લાચારી પ્રત્યે કરુણાના ભાવ થી, “નહિ નફો નહિ નુકશાનના” ધોરણે આ હોસ્પિટલ શરુ થઇ છે. માનવજગતની સેવા માટે આ હોસ્પિટલ એક ઉત્તમ સાધન બનશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે જ્ઞાતિ-જાતી-સમાજ-સંપ્રદાય-ધર્મના ભેદભાવ વગર દર્દીને સારામાં સારી સુવિધા ઉપલબ્ધ કરાવતી આ હોસ્પિટલથી એક ઐતિહાસિક કાર્ય થયું છે.

પ.પૂ.બાપજીના 87માં પ્રાગટ્યોત્સવ ઉજવાયો: ગુરુવર્ય પ.પૂ.બાપજીના 87માં પ્રાગટ્યદિને, તેમના અનુગામી પ.પૂ.સ્વામીશ્રી (સ્વામી સત્યસંકલ્પદાસજી) એ હોસ્પિટલ નિર્માણનો હેતુ જણાવ્યો. તથા આ શુભ દિને સમાજના 3000 જરૂરિયાતમંદ પરિવારોના કુલ 8700 સભ્યોને આવતા એક વર્ષ સુધી રૂ. એક લાખ સુધીની નિ:શુલ્ક સારવારની જાહેરાત કરી તથા તે માટેના લાભાર્થી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા સંદેશનું વાંચન કરવામાં આવ્યું.તથા ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના સહ આશીર્વાદ પાઠવ્યા કે “હે પ્રભુ, આ હોસ્પિટલમાં જે કોઈ દર્દી રોતા રોતા આવે તે હસતા હસતા જાય તેવી દયા કરજો.”

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments