ગાજરની આડમાં દારૂની હેરફેર, 372 પેટી જથ્થો હળવદમાં પોલીસે ઝડપી પાડ્યો

0
34

હળવદ: ગાજરની બોરીઓ પાછળ દારૂના જથ્થાને ટ્રક અને ટ્રેક્ટરમાં છૂપાવીને લઈ જવાતો હતો. હળવદ પોલીસે 372 વિદેશી દારૂની પેટીઓ, એક ટ્રક ,એક ટ્રેક્ટર એક મોટરસાયકલ, ત્રણ મોબાઈલ સહિત રૂ. ૩૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પંથકમાં રાત્રે ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી.  હળવદ પીઆઈ સોલંકીએ ટીમ સાથે કોઈબા ગામની સીમમાં દરોડો પાડતા બૂટલેગરોની દોડધામ મચી હતી.

મુદ્દામાલ સાથે એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. વિદેશી દારૂ ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો? કોને પહોંચાડવાનો હતો તેમજ તેમાં કોણ સંડાવાયેલું છે તેની પોલીસ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here