Sunday, November 28, 2021
Homeગારીયાધારના યુવાનોએ પોલીસથી બચવા પાણીપુરીમાં દારૂ નાંખી મોજ માણી
Array

ગારીયાધારના યુવાનોએ પોલીસથી બચવા પાણીપુરીમાં દારૂ નાંખી મોજ માણી

ભાવનગરઃ ગારીયાધારમાં યુવાનો પોલીસથી બચીને દારુ પીવા માટે નીત નવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. જેમાં ગત મોડી સાંજે બે નવલોહીયાને પોલીસે પાણીપુરીમાં પાણીના બદલે દારૂ નાંખી મોજ માણતા ઝડપી લઇ આ બન્ને શખ્સો તેમજ દારુની બોટલ વેચાતી આપનાર એમ ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી.

ગારીયાધારમાં દેશી અને વિદેશી દારૂની બદી વધી રહી હોય દારૂના ધંધાર્થીઓ અને પોલીસ તંત્રની કોઇ ધાક ન હોવાની છાપ લોકોના માનસમાં ઉપસી આવી છે. જાહેરમા ખુલ્લેઆમ દારૂનું વેચાણ ઉપરાંત જાહેરમાં દારૂના નશામાં ધુત બની સીન સપાટા કરવાની ઘટના રોજીંદી બની ગઇ છે.

પ્રોહીબીશનના ગુન્હો દાખલ કરી ધરપકડ કરાઈ

ગારીયાધાર પોલીસે એક નાસ્તા સેન્ટરમાં બે નવ યુવકો પાણીપુરીની મોજ માણતા હતા. તેને બાતમી આધારે દબોચી લઇ તપાસ કરતા આ બન્ને યુવાનો પાણીપુરીમાં પાણીના બદલે પુરીમા દારુ નાખી મોજ માણતા ઝડપાય ગયા હતા. પોલીસે તેઓને દારૂ વેચાતો આપનાર ગારીયાધારના અતુલ પ્રવીણભાઇ ચૌહાણની ધરપકડ કરી તમામ સામે પ્રોહીબીશન નો ગુન્હો દાખલ કરી તપાસ હથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments